• સ્ટેશન રોડ પર ખુલ્લા ગટરના ખાડામાં વાહન ચાલકો ખાબકયા
  • એક જ દિવસ દરમિયાન ચાર લોકો ગટરમાં પડયા
  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ

Watchgujarat.તમે રસ્તા પર અનેક ગટરનાં ખાડા જોયા હશે. જાણે અજાણે ક્યારેય આ ખાડાનો ભોગ બનવાનો વારો આવ્યો હશે. પરંતુ જો તંત્ર દ્વારા રસ્તો બંધ કરીને ચેતવણી આપવામાં આવી હોય છતાં પણ એ જ રસ્તા પર ચાલીને અને પછી ગટરનાં ખાડાનો ભોગ બનવુ એ તો સૌથી મોટી મૂર્ખામી કહી શકાય. આવું જ કંઇક જોવા મળ્યું ભુજમાં…અહીં રસ્તો બંધ હોવા છતાં લોકો પસાર થઇ રહ્યા હતા અને એક જ દિવસમાં ચાર લોકો ગટરનાં ખાડામાં ખાબક્યા.

મળતી માહિતી મુજબ ભુજમાં સ્ટેશન રોડ પર ખુલ્લા ગટરના ખાડામાં વાહન ચાલકો ખાબકયા હતા. એક નહીં બે નહીં પરંતુ દિવસ દરમિયાન ચાર લોકો ગટરમાં પડયા હતા. બાઇક સાથે વાહન ચાલકો ખાડામાં પડયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી. દિવસભર રસ્તા પર ગટરના પાણી ભરાયેલા હોવાથી માર્ગ અકસ્માત સર્જાતા રહ્યા છે. જો કે તંત્ર દ્વારા આ રસ્તો બંધ કર્યો હોવા છતાં ગટરનાં પાણી ભરેલા રસ્તા પર લોકો આવી રહ્યા છે અને એક પછી એક એમ ચાર લોકો આ ગટરના ખાડાનો ભોગ બન્યા હતા. તમે વિડીયોમાં જોઇ શકો છો તંત્ર દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. છતાં પણ એક બાઇક, એક લારી અને એક સાઇકલ ચાલક અહીંથી પસાર થતાં ગટરનાં ખાડામાં ખાબક્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના જોઇને સવાલ એ ઉભો થાય છે કે આનાં માટે જવાબદાર કોણ ? તંત્ર કે પછી પ્રજા. તંત્ર દ્વારા વહેલી તકે આ બાબતે કામ કરવુ જરૂરી છે કારણ કે આ ગટર લોકો માટે જીવનું જોખમ ઉભુ કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud