watchgujarat: કાચા તેલના સંકટને કાબૂમાં લેવા માટે ભારત મોટી વ્યવસ્થા કરી રહ્યું છે. તેણે રશિયાથી ઓછી કિંમતે ક્રૂડ ઓઈલની ડિલિવરી માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. આ ડીલ ઓઈલ PSU ભારત પેટ્રોલિયમ કોર્પ લિમિટેડ દ્વારા કરવામાં આવી છે. કંપનીએ મે લોડિંગ માટે 2 મિલિયન બેરલ તેલ ખરીદ્યું છે.
BPCL વિશ્વની ત્રીજી સૌથી મોટી તેલ આયાતકાર છે. તેણે સ્પોટ માર્કેટ દ્વારા તેલની ખરીદી કરી છે. 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર રશિયાના હુમલા બાદથી ભારત અલગ-અલગ માધ્યમો દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી રહ્યું છે. આમાં તેને સારું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. BPCLએ ટ્રેફિગુરા પાસેથી આ ખરીદી કરી છે. BPCLની આ ખરીદી દ્વારા, ભારતે અત્યાર સુધીમાં 16 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનું બુકિંગ કર્યું છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે બુધવારે કહ્યું કે સરકાર રશિયા સાથે આર્થિક વ્યવહારોને સ્થિર કરવા માટે કામ કરી રહી છે. તેમણે સંસદને જણાવ્યું હતું કે રશિયા એક મહત્વપૂર્ણ આર્થિક ભાગીદાર છે અને ભારત અને તેની વચ્ચે આર્થિક વ્યવહારોને સ્થિર કરવાના પ્રયાસો ચાલુ છે.
કયા દેશો ખરીદી રહ્યા છે તેલ
રશિયા પાસેથી સસ્તા તેલની ખરીદીમાં યુરોપના ઘણા દેશો પણ સામેલ છે. ભારત અને ચીન ઉપરાંત, જર્મનીએ ઉતાવળમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો પર ચેતવણી આપી છે કે તે હાલમાં તેલ ખરીદવાનું બંધ કરશે નહીં. કારણ કે આવા પગલાં તેની અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલી શકે છે. હંગેરી જેવા અન્ય દેશો પણ પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. જોકે જર્મની આ વર્ષના અંત સુધીમાં રશિયન તેલની આયાત બંધ કરી શકે છે. જેમ કે પોલેન્ડ કરી શકે છે.
બીજી તરફ, ચાઈનીઝ રિફાઈનર-સિનોપેક ભારે ડિસ્કાઉન્ટ હોવા છતાં નવા કોન્ટ્રાક્ટ ટાળી રહી છે, પરંતુ સપ્લાય ચાલુ છે. આ દરમિયાન, વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર ભારતે ભારે ડિસ્કાઉન્ટનો લાભ લઈને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી છે.