ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ભડકો, પાછલા 15 દિવસમાં પેટ્રોલમાં રૂ.2 અને ડીઝલમાં રૂ.3.42 પ્રતિ લિટર વધારો થયો
સતત ત્રણ દિવસથી કિંમતમાં વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ.100ને પાર
એક વર્ષમાં પેટ્રોલ 22 રૂપિયા વધ્યું, મધ્યમવર્ગની કમર ભાંગી નાખે એવો ભાવ વધારો થતાં લોકો હેરાન-પરેશાન
ગુજરાતમાં રોજનું 2.50 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ, રાજ્યના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે
WatchGujarat. આજથી નવરાત્રિના પાવન તહેવારની શરૂઆત થઈ ગઈ છે. તહેવારોની શરૂઆતના સમયે જ દેશભરમાં પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ 100 રૂ. પ્રતિ લિટર થઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રોલમાં 84 પૈસા જેવો વધારો થયો છે. વધતી મોંઘવારી વચ્ચે હવે પેટ્રોલના ભાવમાં પણ વધારો થતાં લોકો હેરાન પરેશાન બન્યા છે. ઉલ્લેખનીય છે કે નવરાત્રિના પહેલા દિવસે જ પેટ્રોલના ભાવ 29 પૈસા વધીને અમદાવાદમાં રૂ. 100.04 પ્રતિ લિટર પહોંચી ગયો છે.
મહત્વનું છે કે સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલના ભાવ વધી જતાં મધ્યમવર્ગની કમર ભાંગી ગઈ છે. મહિનાનું બજેટ વેરવિખેર થઇ ગયું છે અને બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બની ગયું છે. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષમાં જ ગુજરાતમાં પેટ્રોલની કિંમતમાં રૂ. 22 જેટલો વધારો થયો છે. જ્યારે ગત વર્ષે ઓકટોબર-નવેમ્બર દરમિયાન પેટ્રોલનો ભાવ રૂ. 78 પ્રતિ લિટર આસપાસ હતી. વધતા ભાવને કારણે તહેવારોના સમયે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 81 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત સાથે જોડાયેલી હોય છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત વધે તો ઘરઆંગણે પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો જોવા મળે છે. ત્યારે ક્રૂડના ભાવ વધતા હવે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય નાગરિકના જનજીવન પર દેખાઈ રહી છે. પેટ્રોલ રૂ.100 પ્રતિ લિટર થતાં મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું છે.
ગુજરાતમાં રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલ ખરીદાય છે
આ અંગે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં પાછલા 15 દિવસમાં પેટ્રોલમાં રૂ. 2 અને ડીઝલમાં રૂ. 3.42 પ્રતિ લિટરે વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધતાં તેના પણ અસર વર્તાઈ શકે છે.
- ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં ભડકો, પાછલા 15 દિવસમાં પેટ્રોલમાં રૂ.2 અને ડીઝલમાં રૂ.3.42 પ્રતિ લિટર વધારો થયો
- સતત ત્રણ દિવસથી કિંમતમાં વધારો થઈ રહ્યો છે, રાજ્યમાં પહેલીવાર પેટ્રોલનો ભાવ લિટરદીઠ રૂ.100ને પાર
- એક વર્ષમાં પેટ્રોલ 22 રૂપિયા વધ્યું, મધ્યમવર્ગની કમર ભાંગી નાખે એવો ભાવ વધારો થતાં લોકો હેરાન-પરેશાન
- ગુજરાતમાં રોજનું 2.50 કરોડ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ, રાજ્યના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે