• આગામી 2 જાન્યુઆરીથી ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા પુનઃ શરૂ થશે
  • 44 કિમી લાંબો રૂટ ધરાવતી પરિક્રમા બે દિવસમાં પૂર્ણ થાય છે, એક અશ્વમેધ યજ્ઞનું ફળ આ પરિક્રમાથી મળે છે
  • ગુજરાતની એકમાત્ર રજિસ્ટ્રેશન ધરાવતી પાવાગઢની પરિક્રમા
  • પાવાગઢ પર્વતનો આકાર શ્રીયંત્ર રૂપે હોઈ આ પરિક્રમાથી શ્રીયંત્રની પરિક્રમાનું ફળ મળે છે.

WatchGujarat. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત ભક્તો સાથે ચાલી રહેલ ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા આગામી 2 જાન્યુઆરીથી પુનઃ શરૂ થવા જઈ રહી છે. જેમાં હજારો ભક્તો જોડાશે. આ ઐતિહાસિક પાવગઢ પરિક્રમા વર્ષ 2016 થી પાવગઢ પરિક્રમા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે ગુજરાતની એકમાત્ર રજિસ્ટ્રેશન ધરાવતી પરિક્રમા છે.

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી મર્યાદિત ભક્તો સાથે આંશિક રીતે ચાલી રહેલ ઐતિહાસિક પરિક્રમા હવે ફરી એક વખત પુનઃ પૂર્ણ જોશ અને ભક્તિભાવ સાથે હજારો પરિક્રમર્થીઓ સાથે શરૂ થવા જઈ રહી છે. મીડિયા અહેવાલ મુજબ આગામી 2 જાન્યુઆરી માગશર વદ અમાસના રોજ પરિક્રમાને પ્રસ્થાન કરાવવામાં આવશે. જેમાં ધર્મ જાગરણ વિભાગ પણ જોડાશે અને આ દિવસને પંચમહાલ ધર્મરક્ષા દિન તરીકે પણ ઉજવવામાં આવશે. નોંધનીય છે કે 44 કિમી. લાંબી આ પરિક્રમા પાવગઢ તળેટીમાં આવેલ વાઘેશ્વરી માતાજીના મંદિરથી શરૂ કરી ટપલાવાવ, તાજપુરા થઈ કેદારેશ્વર મહાદેવ, ખૂણેશ્વર મહાદેવ અને પાછી વાઘેશ્વરી માતાના મંદિરે પૂર્ણ થાય છે. આ પરિક્રમા પૂર્ણ કરતાં બે દિવસ જેટલો સમય લાગે છે.

પરિક્રમા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

પાવાગઢની પરિક્રમામાં જોડાવા માટે સમિતિની વેબ સાઇટ http://www.Pavagadhparikrama.In પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. જેના બાદ સમિતિ દ્વારા સૂચક માર્ગદર્શન આપવામાં આવે છે. બે દિવસ ચાલનારી આ પરિક્રમા માટે આ વખતે કોરોના ગાઈડ લાઇનના પાલન માટે ખાસ આયોજન અને સૂચન કરવામાં પણ આવ્યા છે.

આ પરિક્રમા વિશ્વામૈત્રી પદયાત્રા તરીકે પણ ઓળખાય છે

પાવગઢ પરિક્રમાનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. કહેવાય છે કે પાવગઢ પરિક્રમા કરવાથી એક અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું હોવાની શ્રદ્ધા છે. સદીઓ પહેલા આ પરિક્રમા અસંગઠિત રીતે ટુકડે ટુકડે થતી હતી. ત્યારબાદ સમયકાળના ચક્રની ગતિએ આ ઐતિહાસિક પરિક્રમા વિસરાઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજીત 825 વર્ષ પહેલાં પાવગઢની પરિક્રમા વિશ્વામિત્ર ઋષિએ શરૂ કરી હતી. જેથી આ પરિક્રમા વિશ્વામૈત્રી પદયાત્રા તરીકે પણ ઓળખાય છે. મહત્વનું છે કે પાવગઢ પર્વતની આકૃતિ શ્રી યંત્ર રૂપે હોય આ પરિક્રમા કરવાથી શ્રી યંત્ર પરિક્રમાનું ફળ મળતું હોવાની પણ શ્રદ્ધા છે.

રાજ્યમાં એકમાત્ર રજિસ્ટ્રેશન ધરાવતી આ પરિક્રમા છે

વર્ષ 20216માં પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આ ઐતિહાસિક પરિક્રમાની સુવ્યવસ્થિત આયોજન સાથે શરૂઆત કરાઈ હતી. આ ગુજરાતમાં એકમાત્ર રજિસ્ટ્રેશન ધરાવતી પરિક્રમા છે. અત્યારસુધી એકમાત્ર અમરનાથ યાત્રા જ રજિસ્ટ્રેશન ધરાવતી પરિક્રમા હતી. બે વર્ષ બાદ પાવાગઢની આ ઐતિહાસિક પરિક્રમા ફરિ શરૂ થતા આ વર્ષે પણ હજારોની સંખ્યામાં ભક્તો જોડાય તેવી સંભાવનાઓ છે.

Facebook Comments Box

Videos

Our Partners