• કોરોના કાળમાં મહિનાઓ સુધી પ્લેટફોર્મ ટિકિટ આપવાનું પણ બંધ કરી દેવાયું હતું
  • લગ્નસરાની મોસમમાં હવે મહેમાનોને નિશ્ચિત થઈ સ્ટેશન ઉપર લેવા મુકવા જઈ શકશો
  • ભારતીય રેલવેએ તેની પ્રીમિયમ ટ્રેનોમાં ભોજન અને કેટરિંગ સેવાને પણ કરી અનલોક
  •  ₹10 ની Platform Ticket થી પણ કરી શકો છો ટ્રેનની યાત્રા, જાણી લો INDIAN RAILWAY ના જરૂરી Rules

WatchGujarat. કોરોનાની ગાડી હવે પાટા પરથી ઉતરતા ભારતીય રેલવે પણ પૂર્વવત પાટા ઉપર તેની રેગ્યુલર રફતાર સાથે આગળ વધી રહી છે. મહામારીના 20 મહિનામાં પ્રારંભે બંધ કરાયા બાદ ₹30 ની કરાયેલી પ્લેટફોર્મ ટિકિટના દર ફરી વડોદરા ડિવિઝનના તમામ રેલવે સ્ટેશન ઉપર ₹10 કરી દેવાતા લોકોને લગ્નસરાની સિઝનમાં મોટી રાહત સાંપડી છે.

કોરોનાએ માર્ચ 2020 માં ભારતમાં દસ્તક દીધા બાદ એપ્રિલ 2021 માં બીજી વેવમાં હાહાકર મચાવ્યો હતો. લોકડાઉન અને અનલોક વચ્ચે સમગ્ર દેશમાં જનજીવન સાથે દેશની આર્થિક લાઈફલાઈન ભારતીય રેલવે પણ અટકી ગઈ હતી. કોરોના મહામારીના 20 મહિનાના ગાળામાં રેલવે નિયંત્રણ વચ્ચે અને સ્પેશ્યલ ટ્રેનો દોડાવી કાર્યરત થઈ હતી.

જોકે આ સમયગાળા દરમિયાન વિશેષ ટ્રેનોનું ભાડું પણ વિશેષ વસુલાયું હતું. સાથે જ સિઝન ટિકિટ અને ચાલુ ટિકિટ પણ બંધ કરી દેવાયું હતું. ફક્ત રિઝર્વેશન દ્વારા જ ટ્રેનમાં પ્રવાસની છૂટ અપાઈ હતી. જેમાં પણ AC ટ્રેનમાંથી પરદા, ચાદર, બ્લેન્ક કેટ દૂર કરી દેવાયા હતા. સાથે જ કેટરિંગ સેવા અને ભોજન પણ આપવાનું બન્ધ કરાયું હતું.

હવે કોરોના જનજીવનમાંથી ગાયબ થઈ ગયો હોય ભારતીય રેલવે પણ પુનઃ પાટા ઉપર ચઢી રહી છે. નિયમિત ટ્રેનો શરૂ કર્યા બાદ, અન આરક્ષિત ટિકિટો આપવાની શરૂઆત કરી પાસ પણ શરૂ કરી દેવાયા હતા. હવે પ્લેટફોર્મ ટિકિટના કોરોના કાળમાં કરાયેલા ₹30 ઘટાડી ₹10 કરી દેવાયા છે. સાથે જ રાજધાની, શતાબ્દી, તેજસ, ગતિમાન, દૂરંતો સહિતની ટ્રેનમાં કેટરિંગ અને ભોજન સર્વિસ પણ ફરી કાર્યરત કરી દેવાનો નિર્ણય રેલવે બોર્ડ એ લીધો છે.

₹10 ની Platform Ticket ની શુ છે કિંમત, જાણો નિયમ

ટ્રેનમાં જો તમારી પાસે રિઝર્વેશન નથી અને તમે માત્ર પ્લેટફોર્મ ટિકિટ લઈ ટ્રેનમાં ચડી ગયા છો તો તમારે ડરવાની જરૂર નથી. તમે ટિકિટ ચેકરની પાસે જઈ ટિકિટ લઈ શકો છો. આ નિયમ રેલવેએ બનાવ્યો છે. પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં બેસેલી વ્યક્તિએ તત્કાલ TTE નો સંપર્ક કરી જ્યાં જવાનું છે ત્યાંની ટિકિટ લેવી પડશે.

વગર પણ કરી શકો રિઝર્વ કોચમાં સફર

ઘણીવાર સીટ ખાલી ન હોવા પર TTE તમને રિઝર્વ સીટ આપવાની ના પાડી શકે છે. પરંતુ યાત્રા કરવાથી રોકી શકે નહીં. જો તમારી પાસે રિઝર્વેશન નથી તેવી સ્થિતિમાં યાત્રી પાસેથી 250 રૂપિયા પેનલ્ટી અને યાત્રાનું ભાડુ વસૂલ કરવામાં આવશે. રેલવેના આ જરૂરી નિયમો તમારે યાત્રા કરતા પહેલા જાણી લેવા જોઈએ. ભાડુ વસુલવા સમયે ડિપાર્ચર સ્ટેશન પણ તે સ્ટેશનને માનવામાં આવશે અને યાત્રાનું ભાડુ પણ તે શ્રેણીનું વસૂલ કરવામાં આવશે, જેમાં તે સફર કરી રહ્યો હશે.

ટ્રેનમાં ક્યાં સુધી સીટ તમારી હોય છે

જો તમારી ટ્રેન કોઈ કારણે છૂટી જાય તો TTE આગામી 2 સ્ટેશનો સુધી તમારી સીટ અન્ય વ્યક્તિને આપી શકે નહીં. એટલે કે તમે આગામી બે સ્ટેશન પર ટ્રેનથી પહેલા પહોંચી તમારી યાત્રા પૂરી કરી શકો છો. મહત્વનું છે કે બે સ્ટેશનો બાદ TTE રિઝર્વેશન અગેન કેનસેલેશન RAC ટિકિટવાળા યાત્રીને તે સીટ આપી શકે છે.

ટિકિટ ખોવાય જાય તો શું કરશો

જો તમે રિઝર્વેશન ટિકિટ લીધી છે અને ટ્રેનમાં બેસવા સમયે તમારી ટિકિટ ગુમ થઈ ગઈ છે તો તમે ટિકિટ ચેકરને 50 રૂપિયા પેનલ્ટી આપી તમારી ટિકિટ મેળવી શકો છો. ટ્રેનમાં યાત્રા પહેલા આ મહત્વના નિયમો હંમેશા ધ્યાનમાં રાખો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud