PM Kisan: સરકારે અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજના (PM Kisan Scheme) અંતર્ગત 11 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં1.35 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ સીધી ટ્રાન્સફર કરી છે. સરકારે રાજ્યોને તમામ મુખ્ય ખેડુતોને આ ફ્લેગશિપ કાર્યક્રમનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. જો તમે હજુ સુધી સરકારની આ યોજનાનો લાભ લીધો નથી, તો આ રીતે કરાવો નોંધણી.
1.35 લાખ કરોડ રૂપિયા સીધા મોકલ્યા ખેડૂતોના ખાતામાં
આ યોજના દ્વારા અત્યાર સુધીમાં 11 કરોડ ખેડુતોને ફાયદો થયો છે અને કેન્દ્ર સરકારે 1.35 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં વિતરણ કર્યું છે. આ યોજના અંતર્ગત દર વર્ષે મોદી સરકારે ખેડૂતોને 6000 રૂપિયા 2000, 2000 ના ત્રણ હપ્તામાં આપે છે. આ અંતર્ગત, દર વર્ષની પ્રથમ હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઇ, બીજી હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર અને ત્રીજી હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે.
ઑનલાઇન નોંધણી કરાવવાની રીત
આ યોજનામાં નોંધણી એકદમ સરળ છે. તમે ઘરે બેઠા બેઠા ઑનલાઇન આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ ઉપરાંત, તમે આ યોજના માટે પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનિક સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા અરજી કરી શકો છો. આ સિવાય, તમે આ યોજના માટે જાતે નોંધણી પણ કરી શકો છો.
આ રીતે કરાવી શકો છો નોંધણી
>> તમારે પહેલા PM Kisan ની ઑફિશિયલ વેબસાઇટ પર જવું પડશે.
>> હવે Farmers Corner પર જાઓ.
>> અહીં તમારે 'New Farmer Registration' ના વિકલ્પ પર ક્લિક કરો.
>> આ પછી તમારે આધાર નંબર દાખલ કરવો પડશે.
>> આ સાથે, કેપ્ચા કોડ દાખલ કરીને રાજ્યની પસંદગી કરવાની રહેશે અને ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારવી પડશે.
>> આ ફોર્મમાં તમારે તમારી સંપૂર્ણ વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
>> આ સાથે, બેંક એકાઉન્ટની વિગતો અને ખેતીથી સંબંધિત માહિતી ભરવાની રહેશે.
>> આ પછી તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
આગળના હપ્તા માટે આપવી પડશે આ માહિતી
2019 માં શરૂ થયેલી આ યોજનામાં, અગાઉના સમયમાં કેટલાક અવરોધો જોવા મળ્યા હતા, જેને સુધારવા સરકારે નિર્ણય લીધો છે. સરકારે આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે આ પગલું ભર્યું છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવી નોંધણી કરાવનારા ખેડુતોને હવે અરજીપત્રકમાં તેમની જમીનના પ્લોટ નંબરનો ઉલ્લેખ કરવો પડશે. જો કે, નવા નિયમો યોજના સાથે સંકળાયેલા જૂના લાભાર્થીઓને અસર કરશે નહીં.