• એક કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યાં છે : PM મોદી
  • ઉજ્જવલા યોજના માટે હવે એડ્રેસ પ્રુફની જરૂર નહીં પડે, પરપ્રાંતિય શ્રમિકોને મળશે મોટો લાભ
  • ગુજરાતમાં અત્યાર સુધી 29,07,682 લોકો ઉજ્જવલા યોજના થકી ગેસ કનેક્શન મેળવ્યું
  • વડાપ્રધાન મોદીએ ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

WatchGujarat. આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેમને સંબોધન સમયે ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. આ સાથે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે હવે પરપ્રાંતિયોને મુશ્કેલી ન પડે તે હેતુથી ગેસ કનેક્શન માટે એડ્રેસ પ્રૂફની જરૂર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે આ જાહેરાત બાદ હવે ઉજ્જવલા યોજના થકી ગેસ કનેક્શન મેળવવા માટે કોઈ પણ નાગરીકોએ

એડ્રેસ પ્રૂફ બતાવવાની જરૂર નહીં રહે. મહત્વનું છે કે આનો સૌથી વધુ લાભ પરપ્રાંતિયોને મળશે.

આ અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉતરપ્રદેશના મહોબાથી ઉજ્જવલા 2.0 યોજનાનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. આ સમયે જનતાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  જણાવ્યું હતું કે, એક કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે ગરીબોના ઘરનો ચૂલો હંમેશા સળગતો રહેવો જોઈએ. આ માટે વડાપ્રધાન મોદી દ્વારા મહોબા જિલ્લામાં 1 હજાર મહિલાઓને નવા LPG કેન્ક્શન આપીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે આ વખતે ઉજ્જવલા યોજનામાં નાગરીકોને વધુ એક લાભ મળવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે સરકાર નિઃશુલ્ક LPG કનેક્શનની સાથે ભરેલો સિલિન્ડર પણ ફ્રીમાં આપશે.

પ્રધાનમંત્રી મોદીએ આ સંબોધનમાં જણાવ્યું હતું કે, હવે ઉજ્જવલા 2.0નો લાભ લેવા માટે રેશન કાર્ડ અને એડ્રેસ પ્રૂફ જમા કરવાની જરૂર નહીં રહે છે. આ ઉપરાંત જરૂરિયાતવાળા પરિવાર હવે જાતે કરેલી ટ્રૂ કોપી અરજી આપીને પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. જેને કારણે રોજગારી માટે એક સ્થળેથી બીજા સ્થળે જતા પરપ્રાંતિઓને મોટો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે આ બદલાવને કારણે ઘણા લોકો આ યોજનાનો સરળતાથી લાભ મેળવી શકશે. કારણે રહેઠાણ પુરાવાને કારણે મોટાભાગે પરપ્રાંતીયોને ગેસ કનેક્શન મેળવવામાં મુશ્કેલી પડતી હતી. જે હવે પછી નહીં રહે.

ઉજ્જવલા 2.0નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

– આસામ અને મેઘાલય સિવાયના તમામ રાજ્યો માટે ઈકેવાયસી હોવું જરૂરી છે

– ઓળખ અને સરનામાના પુરાવા માટે આધારકાર્ડ જરૂરી રહેશે

– લાભાર્થી અને પરિવારના પુખ્ત સભ્યોના આધારકાર્ડ

– ગેસ કનેક્શન લેવા માટે બેંક એકાઉન્ટ નંબર અને IFSC જરૂરી રહેશે

– જેતે વ્યક્તિનો પાસપોર્ટ સાઈઝ ફોટો

– આધારકાર્ડની જગ્યાએ વોટરકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, બેંક સ્ટેટમેન્ટ, રાશનકાર્ડનો ઉપયોગ કરી શકાશે

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કરોડો લોકો આ યોજનાનો લાભ મેળવી ચૂક્યાં છે. જેમાં ગુજરાતના 29,07,682 લોકોએ ઉજ્જવલા યોજનાનો લાભ મેળવ્યો છે. હવે ગુજરાતમાં રોજગારી માટે આવતા પરપ્રાંતિયો પણ આ યોજનાનો સરળતાથી લાભ મેળવી શકશે.

ક્યા રાજ્યમાં કેટલા ગેસ કનેક્શન તેની વિગત

રાજ્ય                             ગેસ કનેક્શનની સંખ્યા

ઉત્તરપ્રદેશ                        1,47,86,745

બિહાર                             85,71,668

મધ્યપ્રદેશ                         71,79,224

રાજસ્થાન                         63,92,482

મહારાષ્ટ્ર                            44,37,624

ઝારખંડ                            32,93,035

છત્તીસગઢ                        29,98,629

ગુજરાત                           29,07,682

હરિયાણા                        7,30,702

દિલ્હી                             77,051

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud