WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુરુવારે એટલે કે તેમના સંસદીય ક્ષેત્ર બનારસ (Banaras) પહોંચી રહ્યા છે. અહેવાલ છે કે પ્રધાનમંત્રી આ સમયગાળા દરમિયાન 1500 કરોડ રૂપિયાથી વધુના ઘણા મોટા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ જાહેર સભામાં પણ હાજરી આપશે. 2022 માં ચૂંટણીના તબક્કામાંથી પસાર થવા માટે તૈયાર ઉત્તરપ્રદેશ  (Uttar Pradeshh) માં પ્રધાનમંત્રીની આ મુલાકાત ભારતીય જનતા પાર્ટીના બિગુલ તરીકે પણ જોવામાં આવી રહી છે. આ વર્ષે પીએમ મોદીની વારાણસીની આ પહેલી મુલાકાત હશે. ગયા વર્ષે 30 નવેમ્બરના રોજ છેલ્લી વાર તે અહીં આવ્યા હતા. કેટલાક મીડિયા અહેવાલોમાં એમ કહેવામાં આવ્યું છે કે આવતા કેટલાક મહિનામાં પ્રધાનમંત્રી રાજ્યના ઘણા ભાગોની મુલાકાત લેશે અને જુદા જુદા પ્રોજેક્ટ શરૂ કરશે.

વર્ષ 2014 માં લોકસભાની ચૂંટણી જીત્યા પછીથી 2019 સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ 17 વાર બનારસની મુલાકાતે આવી ગયા છે. આ દરમિયાન તે લગભગ 22 દિવસ પોતાના વિસ્તારમાં રહ્યા. બનારસને ક્યોટો બનાવવાનું વચન આપનાર પ્રધાનમંત્રીનું 17 મેના રોજ સંસદીય મતક્ષેત્રમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના પાંચ મહિના પછી જ તે બે દિવસીય પ્રવાસ માટે બીજી વખત તે બનારસ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી બન્યા પછી, તેમને શરૂઆતના વર્ષમાં ત્રણ વખત બનારસની મુલાકાત લીધી હતી.

બનારસની વિકાસ યાત્રાને આ રીતે સમજો:

વર્ષ 2014

7-8 નવેમ્બર: પહેલી મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ બડા લાલપુરમાં ટ્રેડ ફેસિલિટેશન સેન્ટરની સ્થાપના કરી હતી. આ સાથે સંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત જયાપુર ગામને દત્તક લીધું હતું. પ્રવાસના બીજા દિવસે, તે અસ્સી ઘાટ પહોંચ્યા હતા અને જપ મંત્રોઉચ્ચાર વચ્ચે ગંગાપૂજામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે અસ્સી ઘાટ પર શ્રમદાન પણ કર્યું હતું.

25 ડિસેમ્બર: પીએમ મોદીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્વતંત્ર ભનમાં શિક્ષકો અને શિક્ષણ માટે મદન મોહન માલવીય મિશનની શરૂઆત કરી. અસ્સી ઘાટ નજીક જગન્નાથ ગલી ખાતે સ્વચ્છતા અભિયાન અને વારાણસી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો.

2015

18 સપ્ટેમ્બર: બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્થિત ટ્રોમા સેન્ટર રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વારાણસીમાં 45 હજાર કરોડ રૂપિયાની ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ શરૂ કરવામાં આવી હતી. વારાણસી રીંગરોડ ફેઝ-1 નો શિલાન્યાસ કર્યો અને બાબતપુર એરપોર્ટથી શહેર સુધીના માર્ગના સુધારણા સહિત અન્ય સાત પ્રોજેક્ટ્સનો પ્રારંભ કર્યો. આ પછી, તેઓ જાપાનના તત્કાલીન પ્રધાનમંત્રી શિંઝો આબે સાથે 12 ડિસેમ્બરે ગંગા આરતીમાં હાજરી આપી હતી.

2016

22 જાન્યુઆરી: મહામના એક્સપ્રેસ શરૂ કરી અને સામાજિક સશક્તિકરણ શિબિરમાં અપંગો લોકોને સહાય અને મશીનો પૂરા પાડ્યા. 1 મેના રોજ વારાણસીમાં ઇ-બોટ્સ યોજના શરૂ કરી અને ઇ-રિક્ષાઓનું વિતરણ કર્યું. આ દરમિયાન તેમને લાભાર્થીઓ સાથે વાત પણ કરી હતી.

24 ઑક્ટોબર: 765/400 કેવી જીઆઈએસ વારાણસી પાવર સબ સ્ટેશનને સમર્પિત કર્યું. વારાણસી ટપાલ ક્ષેત્રનું ઉદ્ઘાટન, ડીઝલ એન્જિનના કામોના પ્રથમ તબક્કાના વિસ્તરણ, અલ્હાબાદ-વારાણસી રેલ્વે લાઇનના વીજળીકરણ માટે પાયાના પથ્થર સહિત અનેક વિકાસ કાર્યોનું ઉદઘાટન કર્યું.

22 ડિસેમ્બર: પીએમ મોદીએ મહામના પંડિત મદન મોહન માલવીયા કેન્સર સેન્ટર અને બીએચયુ ખાતે શતાબ્દી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.

2017

22 સપ્ટેમ્બર: પ્રધાનમંત્રીએ વારાણસીમાં આવેલ દીનદયાલ હસ્તકલા સંકુલને રાષ્ટ્રને સમર્પિત કર્યા અને વિડિયો લિંક દ્વારા મહામના એક્સપ્રેસની શરૂઆત કરી. 3-4 મેના રોજ વારાણસીમાં અનેક વિકાસ કાર્યો શરૂ કર્યા.

2018

14 જુલાઈ: પ્રધાનમંત્રીએ લગભગ 900 કરોડ રૂપિયાના મહત્વના કામો શરૂ કર્યા. જેમાં વારાણસી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન પ્રોજેક્ટ અને વારાણસી-બલિયા મેમુ ટ્રેન શામેલ છે.

18 સપ્ટેમ્બર: બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને જૂની કાશી માટે  IPDS, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર જેવા ઘણા વિકાસ કાર્યોને લીલીઝડી બતાવી.

12 નવેમ્બર: વડાપ્રધાને 2400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને લોન્ચ કર્યા. તેમને ગંગા નદી પરનો મલ્ટીમોડલ ટર્મિનલ રાષ્ટ્રને અર્પણ કર્યો. આ દરમિયાન તેમણે વારાણસી રીંગ રોડ ફેઝ-1 નું ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ઘણા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા.

2019

22 જાન્યુઆરી: પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત કરી. દીનદયાળ હસ્તકલા સંકુલ ખાતે સેન્ટર ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું.

19 ફેબ્રુઆરી: પંડિત મદન મોહન માલવીય કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું અને 3350 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની શરૂઆત કરી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud