watchgujarat: Pariska Pe Charcha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે ‘પરીક્ષા પે ચર્ચા’ યોજશે. પીએમ મોદી આ દિવસે ઘણા વિદ્યાર્થીઓ સાથે જોડાશે, જેમાં તેઓ વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા વગેરે સાથે વાતચીત કરશે. ગુજરાતના ધોરણ 6, 7, 8 અને 9ના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે, જ્યાં PM મોદી તેમની સાથે ડિજિટલી વાર્તાલાપ કરશે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંવાદ કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’માં દેશભરના તેમજ વિદેશમાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને પરીક્ષાના કારણે સર્જાતા તણાવને દૂર કરવા અને તહેવારની જેમ જીવન જીવવાની રીતો પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
છેલ્લા ચાર વર્ષથી શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે. પરિક્ષા પે ચર્ચા (Pariska Pe Charcha) ની પ્રથમ ત્રણ આવૃત્તિઓ નવી દિલ્હીમાં ટાઉન-હોલ ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં હાથ ધરવામાં આવી હતી. તેની ચોથી આવૃત્તિ 7 એપ્રિલ 2021 ના રોજ ઓનલાઈન યોજાઈ હતી. હવે 5મી આવૃત્તિ 1 એપ્રિલ, 2022ના રોજ તાલકટોરા સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાવા જઈ રહી છે.
26 ડિસેમ્બર 2021ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ 2022માં યોજાનારી પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. PM એ કહ્યું હતું કે PM એ કહ્યું, “મિત્રો, હું દર વર્ષે પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સાથે આવા વિષયો પર ચર્ચા કરું છું.