• વડનગર રેલ્વે સ્ટેશન ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે
 • નક્શીકામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનું ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું
 • આગામી સમયમાં પ્રધાનમંત્રી દ્વારા અનેક પ્રકલ્પોનું ઉદ્ધાટન કરાશે

WatchGujarat. પ્રધાનમંત્રી 16 જુલાઈ,2021ના રોજ મહેસાણા – વરેઠા ગેજનું બ્રોડગેજમાં રૂપાંતરણ અને વિદ્યુતીકરણનું સાથે જ સુરેન્દ્રનગર – પીપાવાવ સેક્શનના વિદ્યુતીકરણ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે. જાણીએ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ધાટન પામનાર રેલવે સ્ટેશનની ખાસીયત.

વડનગર રેલ્વે સ્ટશન ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે. હાલ વડનગર રેલ્વે સ્ટેશનનો ,વડનગર-મોઢેરા -પાટણ સર્કિટ અંતર્ગત વિકાસ કરવામાં આવ્યો છે. નક્શીકામ કરેલા પથ્થરોનો ઉપયોગ કરીને વડનગર સ્ટેશનની ઇમારતનું ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રવેશ અને નિર્ગમન માટે સ્થાપત્યની રીતે ભવ્ય દ્વાર બનાવ્યા છે. તેમજ આસપાસમાં સુંદર ઘાસના મેદાનો વિકસાવવામાં આવ્યા છે. વડનગર હવે બ્રોડ ગેજ લાઇનથી ભારતના બાકીના હિસ્સા સાથે જોડાશે અને દેશના અન્ય હિસ્સાઓને જોડતા આ સેક્શનમાંથી મુસાફર અને માલવાહન ટ્રેનો સળંગ દોડશે.

વડનગર રેલ્વે સ્ટેશનના પરિયોજનોના મુખ્ય લાભો-

 • વડનગર – મોઢેરા – પાટણ હેરિટેજ સર્કિટ સાથે જોડાણ થશે
 • અમદાવાદ – જયપુર – દિલ્હી મુખ્ય લાઇન સાથે કનેક્ટિવિટી મળશે
 • આ વિસ્તારના લોકો માટે પરિવહનનું ઝડપી અને શ્રેષ્ઠ માધ્યમ બનશે
 • અત્યાર સુધી વિખુટા રહેલા આ સેક્શનમાં સામાજિક-આર્થિક વેગ પકડાશે સાથે જ આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ માટે મોટી તકોના દ્વાર ખુલશે.
 • આનાથી આર્થિક, પર્યટન અને કૃષિ વિકાસનો વેગ વધશે અને તેના કારણે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓને શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે.

વડનગર રેલવે સ્ટેશને પૂરી પાડવામાં આવેલી સવલતો

 • 425 મીટર લંબાઇના બે મુસાફર પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે.
 • બંને પેસેન્જર પ્લેટફોર્મને જોડતા ફુટ ઓવર બ્રીજ બનાવવામાં આવ્યા છે
 • પરીઘીય વિસ્તાર સાથે સ્ટેશનની ઇમારત બનાવવામાં આબી છે.
 • મુસાફરો માટે કાફે સાથે પ્રતિક્ષા ખંડ બનાવવામાં આવ્યું છે.
 • સામાન્ય અને મહિલા મુસાફરો માટે પ્રતિક્ષા ખંડ બનાવવામાં આવ્યું છે.
 • પ્લેટફોર્મ નં. 1 પર 529.20 ચોરસ મીટરનો આખા પ્લેટફોર્મને ઢાંકી દેતો શેડ બનાવવામાં આવ્યા છે.
 • શૌચાલયની સુવિધાઓ કરવામાં આવી છે.
 • પાણીના ફુવારા પૂરા પાડીને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
 • બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
 • દિવ્યાંગ મુસાફરો માટે રેમ્પ, શૌચાલય અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
 • બુકિંગ સુવિધાઓ કરવામાં આવી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud