પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક વ્યક્તિ અને હેતુ-વિશિષ્ટ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી લોન્ચ કરશે. રવિવારે એક ટ્વિટમાં મોદીએ કહ્યું હતું કે, “ડિજિટલ ટેકનોલોજી જીવનને મોટા પાયે બદલી રહી છે અને ‘ઈઝ ઓફ લિવિંગ’ને આગળ ધપાવી રહી છે. આવતીકાલે 2 ઓગસ્ટ સાંજે 4:30 વાગ્યે, ઈ-રૂપી, એક ભાવિ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન લોન્ચ કરશે, જે તેના વપરાશકર્તાઓને ઘણા લાભો આપે છે. “

‘ઈ-રૂપી’ ને સંપૂર્ણપણે કેશલેસ અને કોન્ટેક્ટલેસ બનાવવામાં આવ્યું છે. વાઉચર રિડીમ કરવા માટે કાર્ડ કે નેટ બેન્કિંગની જરૂર રહેશે નહીં. એટલે કે, તમે કાર્ડ વગર ચૂકવણી કરી શકશો. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈ-રૂપી એક QR કોડ અથવા SMS આધારિત ઈ-વાઉચર છે, જે લાભાર્થીઓના મોબાઈલ ફોનમાં પહોંચાડવામાં આવે છે.

તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેના UPI પ્લેટફોર્મ પર નાણાકીય સેવાઓ વિભાગ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળના સહયોગથી બનાવવામાં આવ્યું છે. PMO ના જણાવ્યા અનુસાર, ઈ-રૂપીથી વન ટાઈમ પેમેન્ટ મિકેનિઝમના વપરાશકર્તાઓ સર્વિસ પ્રોવાઈડર, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકિંગ પર કાર્ડની જરૂર વગર વાઉચરને રિડીમ કરી શકશે. ઇ-રૂપી કોઇપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ રીતે સેવાઓના પ્રાયોજકોને લાભાર્થીઓ અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે. તે એ પણ સુનિશ્ચિત કરે છે કે વ્યવહાર પૂરો થયા પછી જ સેવા પ્રદાતાને ચુકવણી કરવામાં આવે. પ્રી-પેઇડ હોવાથી સર્વિસ પ્રોવાઇડરને કોઇપણ વિલંબ વગર સમયસર ચુકવણી કરવાનું શક્ય બનાવે છે.

કેવી રીતે કરે છે કામ

ઇ-રૂપી કોઇપણ ભૌતિક ઇન્ટરફેસ વગર ડિજિટલ રીતે સેવાઓના પ્રાયોજકોને લાભાર્થીઓ અને સેવા પ્રદાતાઓ સાથે જોડે છે. સાથે આ પણ સુનિશ્ચિત કરે છે કે વ્યવહાર (લેન-દેન) પૂરો થયા પછી જ સેવા પ્રદાતાને ચુકવણી કરવામાં આવે. ઇ-રૂપી ની પ્રકૃતિ પ્રી-પેઇડ છે, તેથી તે કોઇપણ મધ્યસ્થીની સંડોવણી વિના સેવા પ્રદાતાને સમયસર ચુકવણીની ખાતરી આપે છે.

સરકારી સેવાઓમાં પણ કરવામાં આવશે ઉપયોગ

કલ્યાણ સેવાઓની ચોરી અટકાવવાની દિશામાં આ એક ક્રાંતિકારી પહેલ બની શકે છે. તેનો ઉપયોગ માતાઓ અને બાળ કલ્યાણ યોજનાઓ, ટીબી નાબૂદી કાર્યક્રમો, દવાઓ અને ડાયગ્નોસ્ટિક્સ જેવી યોજનાઓ હેઠળ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખાતર સબસિડી વગેરે જેવી યોજનાઓ હેઠળ સેવાઓ પૂરી પાડવા માટે થઈ શકે છે. ખાનગી ક્ષેત્ર પણ તેના કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટ સામાજિક જવાબદારી કાર્યક્રમો માટે આ ડિજિટલ વાઉચર્સનો ઉપયોગ કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud