• ઉઘાડી લૂંટ ચલાવનાર સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીઓ ભલે વેન્ટિલેટર પર હોય છતાં તેના નામનું ભોજન બિલ બને.
  • મેડીકલ સ્ટાફ એક જ પીપીઇ કીટ પહેરીને રાઉન્ડમાં નીકળે છતાં દરેક પેશન્ટ પાસેથી અલગ-અલગ પૈસા ઉઘરાવાના.
  • એક્સ રે જેવી સુવીધાઓ પેકેજમાં આવરી લેવાઇ હોવા છતાં અલગથી પૈસા વસુલવાના.

WatchGujarat. વડોદરા શહેરમાં દર્દીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવનાર સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ફરિયાદાનોની હારમાળા છે. હાલમાં ચર્ચામાં રહેલ સ્ટર્લિંગ હોસ્પિટલ દર્દીઓ પાસેથી એવા ખોટી રીતે પૈસા પડાવતી હતી તે તમને જાણીને પણ નવાઇ થશે. સ્ટર્લિંગ હોસ્પિટલના મેનેજમેન્ટની સામે અત્યાર સુધી કુલ 40 દર્દીઓ-સગાઓએ વધુ બિલ વસૂલ્યાની પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. જેમાંથી બુધવારે વધુ 15 લોકોએ હોસ્પિટલે ખોટી રીતે 76 લાખ રૂપિયા વસુલ્યાં હોવાની ફરિયાદ પોલીસ કમિશનરને કરી હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે વેન્ટીલેટર પર રખાયેલા અને બેભાન દર્દીના ભોજનના નાણા પણ વસુલાયા હતા. આ પહેલા દિવાળીના બે દિવસ બાદ 7 દર્દીઓએ હોસ્પિટલે તેમની પાસેથી સારવારના નામે 39.63 લાખ ખંખેર્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

મહત્વનું છે કે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવનાર પલ્મોનોલોજીસ્ટ સોનિયા દલાલે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે બાંયો ચડાવી છે. જેમાં અનેક ભોગનાર દર્દીઓ પણ જોડાયા છે. આ તમામનું કહેવું છે કે દર્દીઓ વેન્ટિલેટર હોય તો પણ તેના ભોજનના નાણા વસુલાયા છે. ભોગ બનનારાઓનું કહેવું છે કે, ડો.સોનિયા દલાલના નામે અમારી પાસેથી પૈસા ઉઘરાવ્યા છે. મેડીકલ સ્ટાફ એક જ પીપીઇ કીટ પહેરીને રાઉન્ડમાં નીકળતા હતા આમ છતાં દરેક પેશન્ટ પાસેથી અલગ-અલગ પૈસા ઉઘરાવ્યા છે. કોઇ પેશન્ટ વેન્ટીલેટર ઉપર હોય તેના નામે પણ લંચ અને ડિનરના પૈસા લીધા છે. એક્સ રે જેવી સુવીધાઓ પેકેજમાં આવરી લેવાઇ હોવા છતાં અલગથી પૈસા વસુલવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટર્લિંગ હોસ્પિટલ સામે રોજ નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ધીમે-ધીમે ભોગનાર દર્દીઓ સામે આવીને પોતાની મુશ્કેલીઓ જણાવી રહ્યા છે. ભોગનાર દર્દીઓએ દિવાળીની રજાઓ દરમિયાન પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી છે. સાથે-સાથે રાજ્યના મુખ્યમંત્રી, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોપોરેશનને પણ લેખીતમાં ફરિયાદ કરી છે. હવે જોવુ રહ્યુ કે દર્દીઓને ક્યારે ન્યાય મળે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud