• છાણી પોલીસે અલગ-અલગ પ્રકારના જવલંશીલ કેમીકલો રૂ.13.61 લાખના કબ્જે કર્યા
  • સંચાલક ગેરકાયદેસર રીતે કેમીકલનો વેપાર કરતો હોવાનું જાણવા મળ્યું
  • પોલીસને કુલ 198 નંગ કેમીકલના બેરલ કોઈ બીલ તેમજ સ્ટોક પત્રક વગર મળી આવ્યા
  • છાણી પોલીસે ત્રણ વિરૂદ્ધ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ જી.એસ.એફ.સી નગર ગેટ સામે આવેલ કર્મયોગી કેમીકલ ગોડાઉનમાં ગત તા.15મીએ છાણી પોલીસે દરોડા પાડ્યા હતા અને ગેરકાયદેસર રીતે રાખેલ કુલ 198 નંગ બેરલો રૂ.13.61 લાખની કિંમતનો કેમિકલનો જથ્થો કબજે કર્યો હતો. જેમાં પોલીસે હજી આજે જઈને બેદરકારી રાખવા બદલ ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ,ગત તા. 15મીએ છાણી પોલીસને બાતમી મળી હતી કે, દશરથગામથી વડોદરા શહેર તરફ જતા સર્વીસ રોડ ઉપર જી.એસ.એફ.સી નગર ગેટની સામે આવેલ કર્મયોગી કેમીકલના ગોડાઉનમાં રૂષિત રમેશભાઈ ડોબરીયા ભાડેથી ગોડાઉન રાખી ગેરકાયદેસર રીતે કેમીકલનું ટ્રેડીંગ કરે છે. આ બાતમીના આધારે છાણી પોલીસે દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન પોલીસને અલગ-અલગ જવલંશીલ કેમિકલના કુલ 198 નંગ બેરલો મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.13.61 લાખ હોવાનુ જાણવા મળ્યું છે.

આ ઉપરાંત પોલીસને કેમીકલને લાગતા બીલો તેમજ સ્ટોક પત્રક મળી આવ્યા નહોતા. તથા આ કેમીકલો માનવ જીંદગીને જોખમકારક હોય તેવું જાણવા છતાં ગોડાઉનામાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો કે ભયજનક કેમીકલ રાખવાના કોઈ ચેતવની બોર્ડ રાખવામાં આવ્યા નહોતા. આ સમગ્ર મામલે પોલીસે તમામ કેમીકલો કબ્જે કર્યા હતા.

આખરે છાણી પોલીસે માણસોની જીંદગીને જોખમમાં મુકી બેફામ અને બેદરકારી ભર્યું કૃત્ય રાખવા બદલ સંચાલક રૂષિત રમેશભાઈ ડોબરીયા (ઉ.28 વર્ષ) (રહે, શાંતિકુંજ સોયાયટી, સુભાનપુરા વડોદરા), આસીસ્ટંટ તરીકે નોકરી કરતા દર્શિત ભીમજીભાઈ ડોબરીયા (ઉ.22 વર્ષ)(રહે, ફર્ટીલાઈઝરનગર વડોદરા) તથા વિઠ્ઠલભાઈ બાબરભાઈ વસાવા (ઉ.45 વર્ષ)(રહે, દશરથગામ, વડોદરા)નાઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud