• કરજણ પોલીસે ટ્રકમાં તાડપત્રી ઢાંકી તેમજ પ્લાસ્ટીકની થેલીઓની આડમાં લઈ જવાતો કુલ રૂ. 11.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો
  • પોલીસે આરોપીનો મોબાઈલ, ટ્રક, પ્લાસ્ટીકની 166 નંગ થેલીઓ વગેરે જેવું મળી કુલ રૂ.25.88 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • સ્થળ પરથી પકડાયેલ આરોપી અને વોન્ટેડ જાહેર કરાયેલ આરોપી વિરૂદ્ધ પોલીસે પ્રોહીબીશનના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. ગુજરાત રાજ્યામા દારૂ બંધી તો છે પરંતુ તેનો કેટલો અમલ યાય છે. તે સૌ કોઈ જાણે છે. દિવાળીના તહેવારો ટાણે રાજ્યામા બૂટલેગરો દારૂના શોખીનોને દારૂ પુરૂ પાડ્વા અલગ અલગ પેંટ્રા અપનાની રહ્યા છે. ત્યારે કરજણ પોલીસે ગત રોજ મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકમા તાડપત્રી ઢાંકી તેમજ પ્લાસ્ટીકની થેલીઓની આડમાં લઈ જવાતો કુલ રૂ. 11.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જ્યારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. સાથે દારૂની હેરા ફેરી સાથે સંડોવાયેલા એક શખ્સને વોન્ટેડ જાહર કરાયો હતો. પોલીસ બંને વિરૂદ્ધ પ્રોહીબીશનના ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, કરજણ પોલીસ સ્ટેશનના કર્મીઓ તેઓના વિસ્તારના પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી  મળી હતી કે, એક ટ્રકમા તાડપત્રી ઢાકી વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ટ્રક સુરત ભરૂચ તરફથી નેશનલ હાઈવે નં. 48 ઉપર કરજણ થઈ વડોદરા તરફ જનાર છે. અને આ ટ્રક હાલ હલદરવા ગામની આજુબાજુ પહોંચવાની તૈયારીમાં છે. આ બાતમીના આધારે પોલીસે તે ટ્રકને પકડી પાડવા ભરથાણા ટોલનાકા ઉપર વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન બાતમી વાળી ટ્રક આવી જતા પોલીસે તેને કોર્ડન કરી ઉભી રાખી દિધી હતી. અને જે બાદ તેની તપાસ કરાતા ટ્રકના પાછળના ભાગેથી તાડપત્રી ઢાંકી HDPP GRINDING MIX MATERIAL ભરેલી પ્લાસ્ટીકની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ દારૂ સાથે સંડોવાયેલા એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો. ટ્રકમાંથી પોલીસને કુલ રૂ.11.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાથે પોલીસે આરોપીનો મોબાઈલ, ટ્રક, પ્લાસ્ટીકની 166 નંગ થેલીઓ વગેરે જેવું મળી કુલ રૂ.25.88 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશનના ગુના નોંધી આગળની કાયદેસરની કર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલ આરોપી

  • રોશણ સત્યનારાયણ મીણા (ઉ.વર્ષ 21) રહે, ઘોસીખેડા, પોસ્ટ જોશીગોરડીયા તા. મહુ જી. ઈન્દોર(મધ્યપ્રદેશ)

વોન્ટેડ જાહેર કરાયેલ આરોપી

  • દશરથ મીણા રહે, ચંદ્રવતી તા. સાવેર જી. ઈન્દોર (મધ્યપ્રદેશ)
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud