• ગુનેગારો માટે પોલીસ અને પ્રજા માટે સેવકની ભુમિકામાં ખાખી વર્દીમાં સજ્જ જવાનોના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે.
  • તલોદ નજીક આવેલા રણાસણ નજીક અકસ્માત થયો
  • અકસ્માતમાં ઘાયલ બાળકને સારવાર અર્થે લઇ પોલીસ કોન્સ્ટેબલ હોસ્પિટલ દોડ્યો
  • વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ થતા પોલીસ દ્વારા કરવામાં આવેલા કામને વ્યાપક સરાહના મળી

WatchGujarat. પોલીસમાં રહેલી માનવતા ઉજાગર કરતો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં પોલીસ કોન્સ્ટેબલ પોતાના હાથમાં ઘાયલ થયેલા બાળકને લઇને હોસ્પિટલ પહોંચે છે. અને તેની સારવાર શરૂ કરાવે છે. વિડીયો વાઇરલ થવાને કારણે સોશિયલ મિડીયામાં પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે.

પોલીસનું નામ સાંભળતા જ ખુંખાર ગુનેગારોને પરસેવો છુટી જતો હોય છે. નાના બાળકો જ્યારે માતા-પિતાનું કહ્યું ન માને ત્યારે તેમને કહેવાય છે કે, જો તું આમ નહિ કરે તો પોલીસ અંકલને કહી દઇશ. જો કે તમામ વાતો વચ્ચે ખાખી વર્દીમાં એક માનવ હ્રદય ઘબકે છે. ગુનેગારો માટે પોલીસ અને પ્રજા માટે સેવકની ભુમિકામાં ખાખી વર્દીમાં સજ્જ પોલીસ જવાનોના કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે.

ઘટના અંગે પ્રાથમિક માહિતી અનુસાર, તલોદ નજીક આવેલા રણાસણ નજીક અકસ્માત થયો હતો. રણાસણ નજીક અકસ્માતની ઘટનામાં એક બાળકી ઈજાગ્રસ્ત થતા પેટ્રોલીંગ કરી રહેલા તલોદ પીઆઇ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાળકીને કોન્સટેબલે હાથમાં ઉંચકી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યો હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોએ તલોદ પોલીસની સમગ્ર પંથકમાં ભારે સરાહના થઇ રહી છે.

તલોદ પી.એસ.આઇ બી.ડી.રાઠોડ અને તેમની ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે રણાસણ ગામ નજીક અકસ્માતની ઘટના બનતા તાબડતોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતમાં એક અંદાજીત ઉંમર 8 વર્ષનું બાળક ઈજાગ્રસ્ત થયું હોવાની સાથે દર્દથી કણસી રહ્યું હતું. દરમિયાન કોન્સટેબલ મયુરધ્વજસિંહે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર હોસ્પિટલ નજીક હોવાથી ઈજાગ્રસ્ત બાળકને ખભે ઉંચકી સારવાર માટે લઇગયા હતા.

તેમની પાછળ તલોદ પીએસઆઈ બી.ડી.રાઠોડ પણ દોડ્યા હતા. પોલીસની સરાહનીય કામગીરીનો વિડીયો સ્થળ પર હાજર કોઈ જાગૃત નાગરિકે ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા કોન્સટેબલ મયુરધ્વજસિંહ અને તલોદ પોલીસની કામગીરીને લોકોએ આવકારી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud