• ઠેર ઠેર નાકાબંધી અને ચેકીંગમાં પેહલા દિવસે પોલીસની સમજાવટ
  • હવે અકામે રાતે 10 વાગ્યા બાદ લટાર મારતા પકડાયા તો ઠશે કાર્યવાહી
  • ભરૂચ-અંકલેશ્વરમાં નાઈટ કર્ફ્યુનું કડક પણે અમલીકરણ શરૂ

WatchGujarat. ભરૂચ જિલ્લામાં વધતા કોરોનાના કેસને લઈ અન્ય મહાનગરો અને શહેરોની જેમ શનિવારથી ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં રાત્રી કરફ્યુ ફરી લાદી દેવામાં આવ્યો છે. પેહલી રાતે પોલીસે ઠેર ઠેર નાકાબંધી અને ચેકીંગ હાથ ધરી લોકોને કરફ્યુનું પાલન કરવા સમજાવ્યા હતા. જોકે રવિવારથી કડક અમલવારી અને કાયદાકીય કાર્યવાહી અકારણે બહાર નીકળતા લોકો સામે હાથ ધરાશે.

ભરૂચ અને અંકલેશ્વરમાં શનિવારની રાતથી નાઈટ કરફ્યું લાગુ પાડી દેવામાં આવ્યો છે. જેનું કડક પણે અમલીકરણ કરાવવામાં આવ્યું હતું. અને પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી લોકોને અટકાવ્યા હતા. બન્ને શહેરના એક્ઝિટ-એન્ટ્રી પોઇન્ટ, સર્કલ, ચોકડી અને મુખ્ય વિસ્તારો ઉપર રાતે 10 વાગતા જ બેરીકેટ મૂકી દેવાયા હતા. કરફ્યુમાં પસાર થતા લોકો અને વાહન ચાલકોને અટકાવી ક્યાયથી આવી, ક્યાં જઈ રહ્યા છો. ક્યાં કારણોસર બહાર નીકળ્યા છો તેની પૂછપરછ કરી હતી. પેહલા દિવસે પોલીસે માત્ર લોકોને સમજાવી નાઈટ કરફ્યુનું કડક પાલન કરવા ટકોર કરી જવા દીધા હતા.

ભરૂચ – અંકલેશ્વરમાં કોરોનાના કેસોમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા રાત્રી કર્ફ્યું માટે નવી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં રાજ્યના અન્ય શહેરો સાથે ભરૂચ તેમજ અંકલેશ્વરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

શનિવારની રાતથી આ કર્ફ્યું અમલી બન્યો છે. ત્યારે શનિવારે રાતે 10 કલાકથી રાત્રી કરફ્યુનો કડક અમલ શરુ કરવામાં આવ્યો હતો. ભરૂચ ખાતે વિવિધ સ્થળોએ નાકાબંધી કરવામાં આવી હતી અને જે લોકો અજાણ હતા તેઓને સમજાવવામાં આવ્યા હતા અને પરત મોકલવામાં આવ્યા હતા. અંકલેશ્વર ત્રણ રસ્તા ખાતે પણ નાકાબંધી કરવામાં આવી હતી. અને લોકોને સમજાવી પરત મોકલવામાં આવ્યા હતા.

પ્રથમ દિવસે પોલીસ વિભાગ દ્વારા દંડનીય કામગીર કરવામાં આવી ન હતી. માત્ર સમજાવટથી લોકોને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં રાત્રી કર્ફ્યુંનું કડક પણે પાલન કરાવવામાં આવશે. અને દંડનીય કામગીરી પણ હાથ ધરવામાં આવશે જેથી લોકોએ રાતે 10 થી સવારે 6 કલાક સુધી બિન જરૂરી આવશ્યક કામ વગર બહાર નહિ નીકળી ઘરમાં જ રહેવા માટે સુચના આપવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners