• રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા બે કુટણખાના પર પોલીસના દરોડા
  • પોલીસે દરોડા પાડી 2 ગ્રાહકો, 2 સંચાલકો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી
  • શહેરમાં સ્પા ખોલવાની મંજુરી મળી જતા જ આ બંને સ્પામાં કુટણખાના શરૂ થયાનું ખુલ્યું
  • ત્રણ સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

WatchGujarat. શહેરના યુનિવર્સિટી અને કાલાવડ રોડ જેવા પોશ એરીયામાં સ્પાની આડમાં ચાલતા બે કુટણખાના પર દરોડા પાડી ગાંધીગ્રામ-2 તેમજ માલવીયાનગર પોલીસે દરોડા પાડી 2 ગ્રાહકો, 2 સંચાલકો સહિત કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે નિયમ મુજબ 5 રૂપલલનાને સાક્ષી બનાવવામાં આવી છે. શહેરમાં સ્પા ખોલવાની મંજુરી મળી જતા જ આ બંને સ્પામાં કુટણખાના શરૂ થયાનું ખુલ્યું છે. આ સાથે જ શહેરનાં અન્ય સ્પામાં પણ ચેકીંગ કરાયું હતું. જેમાં ત્રણ સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.

જાણવા મળતી વિગત મુજબ, ગાંધીગ્રામ-2 પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે યુનિવર્સિટી રોડના શુભધારા કોમ્પલેેક્ષમાં “ધ રોયલ મીન્ટ સ્પા”માં દરોડો પાડી ત્યાંથી કુટણખાનુ ઝડપી લીધું હતું. આ સમયે ગ્રાહક તરીકે આવેલો 28 વર્ષીય જીગર દુધરેજીયા રૂપલલના સાથે રૂમમાં રંગરેલીયા મનાવતો હતો. જેને પોલીસે કઢંગી હાલતમાં ઝડપી લીધો હતો. સાથે સાથે સ્પા કમ કુટણખાનાના સંચાલક 22 વર્ષીય અક્ષય મકવાણા અને કાઉન્ટર સંભાળતા તેના માસીયાઈ ભાઈ 21 વર્ષીય હિરેન દિપક વાઘેલાને પણ પોલીસે સ્થળ પરથી સકંજામાં લીધા બાદ ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

પોલીસનાં જણાવ્યા મુજબ, ત્રણેય આરોપી પાસેથી પોલીસે રૂા.71 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન અને રોકડા રૂા. 2500 કબ્જે કરાયા છે. આરોપીઓ છેલ્લા 15 દિવસથી આ કુટણખાનુ ચલાવતા હોવાનું કહી રહ્યા છે. જયાંથી એક રાજકોટ અને બે દિલ્હીની રૂપલલના મળી આવી છે. સંચાલક અક્ષય ગ્રાહક પાસેથી રૂા. 1 હજાર વસુલ કરતો હતો. રૂપલલનાનો ચાર્જ પોતે વસુલ કરવાને બદલે ગ્રાહક અને રૂપલલના ઉપર છોડી દેતો હતો. ગ્રાહકને રૂપલલના સાથે જેટલી રકમ નક્કી થાય તે સીધી આપી દેવાની રહેતી હતી.

બીજીતરફ માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ પરના સ્વામિનારાયણ મંદિર સામેના અમી વર્ષા કોમ્પલેક્ષના બીજા માળે આવેલા રોયલ ફેમેલી નામના સ્પામાં દરોડો પાડી કુટણખાનું ઝડપી લીધુ હતું. પોલીસે દરોડો પાડતા સ્પામાં નીચે સ્ટાફરૂમ અને તેની ઉપર બીજા ચાર રૂમ હતા. જેમાંથી રૂમ નં-3 માં રંગરેલીયા મનાવતો ગ્રાહક 29 વર્ષીય પાર્થ બાબુભાઈ રાદડીયા રૂપલલના સાથે કઢંગી હાલતમાં મળી આવતા તેની અટકાયત કરવામાં આવી હતી. સાથે સ્પા ચલાવતા 34 વર્ષીય હિરેન જોશીની પણ અટકાયત કરવામાં આવી હતી.

માલવીયાનગર પોલીસનાં કહેવા મુજબ, આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડા રૂા.3500 મળી કુલ રૂા. 33,500નો મુદ્દામાલ કબ્જે કરી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધાયો છે. આ સ્પા કમ કુટણખાનામાંથી બે રૂપલલના મળી આવી હતી. જેને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી છે. એક રૂપલલના કે જે દિલ્હીની છે તેણે પોલીસને જણાવ્યું કે સંચાલક હિરેન ગ્રાહક દીઠ રૂા. 2,500 વસુલ કરી તેમાંથી પોતાને રૂા.1,000 આપી બાકીના રૂા.1,500 પોતે રાખી લેતો હતો. ઉપરાંત હરીયાણાની પણ એક રૂપલલનાં મળી આવી છે. જેની પ્રાથમિક પુછપરછમાં આ કુટણખાનું ગઈ તા. 3 થી શરૂ થયાની માહિતી પોલીસને મળી છે.

રાજકોટમાં અનેક સ્પામાં દરોડા, ત્રણના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો

શહેરમાં આજે ઝોન-2 હેઠળ આવતા પોલીસ મથકોના સ્ટાફ દ્વારા પોતાના વિસ્તારમાં ધમધમતા સ્પામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીગ્રામ પોલીસે પોતાના વિસ્તારમાં આવેલા વલુન, આત્મીય, આનંદા અને વેલનેશ નામના સ્પામાં પણ તપાસ કરી હતી. એટલુ જ નહી રોયલ પાર્ક મેઈન રોડ પર સત્યમ માર્ટના ચોથા માળે આવેલા હોલીડે વેલનેશ નામના સ્પામાંથી પાંચ પરપ્રાતિય યુવતી મળી આવી હતી. જે અંગે સ્થાનિક પોલીસમાં રજીસ્ટ્રેશન કરાવાયું ન હોવાથી પોલીસે સ્પાના સંચાલક વિજય પરમાર અને ચોકીદારી કરતા ગગન શેરસિંહ મુલ વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

આ રીતે પ્રનગર પોલીસે ડો.યાજ્ઞિક રોડ પર રાજેશ્વરી એપાર્ટમેન્ટમાં સ્થિત સનશાઈન સ્પામાં પરપ્રાંતિય યુવતીઓને કામે રાખી સ્થાનિક પોલીસને જાણ નહી કરવા અંગે સ્પા સંચાલક 19 વર્ષીય શંકર અર્જુન સોની ઉપરાંત એરપોર્ટ રોડ પરના એનસીસી ચોક પાસે સી.કે. બંગલાની સામે આવેલા સિગ્નેચર સ્પાના સંચાલક 28 વર્ષીય વત્સલ ઉર્ફે રૂદ્ર પરસોત્તમ મુગલપરા વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud