• મોટી બહેન ઘરે પાણી ભરવા જતા એકલતાનો લાભ લઇ નરાધમે દુષ્કર્મ આચર્યું હતું
  • નરાધમે દુષ્કર્મ આચરતા સમયે પીડિતાને બ્લેડ વળે 8-9 ઘા ગાળામાં મારી દીધા હતા
  • ભરૂચની સ્પેશ્યલ પોસ્કો કોર્ટના મહિલા ન્યાયાધીશે આરોપીને 376, 307 અને પોસ્કો એક્ટ હેઠળ ફટકારી સજા

WatchGujarat. ઝઘડિયા તાલુકાના મહુવડ ગામે 3.5 વર્ષ પહેલાં મોટી બહેન સાથે ખેતરમાં ચારો કાપવા ગયેલી સગીરાની એકલતાનો લાભ લઇ આચરાયેલા દુષ્કર્મ અને હત્યાના પ્રયાસમાં ભરૂચની સ્પેશ્યલ પોસ્કો કોર્ટના મહિલા ન્યાયાધીશે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ઝઘડિયાના મહુવડ ગામે 10 એપ્રિલ 2018ના રોજ સગીરા સવારના દસેક વાગ્યે તેની મોટી બહેન સાથે શેરડી તથા મકાઈનાં ખેતરોમાં ચારો કાપવા માટે ગયેલા હતા. આશરે અડધો કલાક બાદ ભોગબનનારની મોટી બહેન ઘરે પાણી ભરવા ગઇ હતી. તેવામાં આરોપી નિરવ કિરણભાઈ વસાવા ભોગબનનારની એકલતાનો લાભ લઈને તેણીની પાસે આવેલો અને સબંધ બાંધવાની માંગણી કરી હતી.

ભોગબનનારે ના પાડતાં આરોપી ખેતરોમાં અંદરના ભાગે ખેંચીને લઈ ગયેલો અને જમીન ઉપર પાડી જબરજસ્તીથી બળાત્કાર કરતો હતો. તે વખતે ભોગબનનાર આરોપીને તેવું ન કરવા આજીજી કરતાં ત્યારે આરોપીએ ભોગબનનારનું મોઢું દબાવી દીધેલું અને તેના પેન્ટના ખિસ્સામાંથી બ્લેડ કાઢી ગળાના ભાગે 8 થી 9 ઘા મારી ભોગબનનારને જીવલેણ ઇજાઓ પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

ભોગબનનારે જોરથી બૂમાબૂમ કરતાં મોટી બહેન ત્યાં આવી જતાં આરોપી ભાગી ગયો હતો. સગીરાને પ્રથમ રાજપીપળા સરકારી દવાખાના બાદ વડોદરા લઈ જવામાં આવી હતી. ઉમલ્લા પોલીસે હોસ્પિટલ ખાતે તેની પૂછપરછ કરી ફરિયાદ લીધી હતી.

ભરૂચની સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ન્યાયાધીશ માલતીબેન સોની સમક્ષ કેસ ચાલી જતા મદદનીશ જિલ્લા સરકારી વકીલ અને વધારાના પબ્લિક પ્રોસિક્યુટર આર.જે. દેસાઇને કેસ સોપાયો હતો. કેસના અંતે મૌખિક જુબાનીઓ, તેઓએ રજૂ કરેલા તબીબી અને વૈજ્ઞાનિક તથા અન્ય દસ્તાવેજી પુરાવાઓ આધારે પોતાની દલીલો રજૂ કરી હતી. ભરૂચના સ્પે. પોકસો કોર્ટએ 20 નવેમ્બરે આરોપી નિરવ કિરણભાઈ વસાવાને પોસ્કો, દુષ્કર્મ અને હત્યાના પ્રયાસમાં કસૂરવાર ઠેરવી 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud