• જામનગરમાં 20 વર્ષ જુના લાંચ કેસમાં કોર્ટે પોલીસ કર્મીને 2 વર્ષની સજા ફટકારી
  • વર્ષ 2002માં ખંભાળિયામાં પોલીસ કર્મી 200 રૂપિયાની લાંચલેતા ઝડપાયો હતો
  • અરજી ફાઈલ કરવાના અવેજ પેટે પોલીસકર્મી દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી
  • લાંચ લેનાર પોલીસકર્મીને તાજેતરમાં 2 વર્ષની સજા ફટકારતી કોર્ટ

WatchGujarat. જામનગરમાં બે દાયકા પહેલાના લાંચ કેસમાં આરોપીને કોર્ટે સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ 2002માં થયેલ અરજીના અનુસંધાને માંડવાળ કરવા તત્કાલીન પોલીસક્રમીને એસીબીએ 200 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. જેમાં કોર્ટે આજે આરોપી પોલીસ કર્મીને કસૂરવાર ગણી બે વર્ષની સજા ફટકારી છે.

મીડિયા અહેવાલ અનુસાર વર્ષ 2002માં ફરિયાદીએ બનેવી વિરૃદ્ધ જામખંભાળીયા પોલીસ મથકમાં અરજી કરી હતી. આ મામલાની તપાસ કરનાર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તત્કાલીન અના પો.હેડ કોન્સ. નીરૂભા જાડેજાએ લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી અરજી ફાઇલ કરવાના અવેજ પેટે આરોપી પોલીસકર્મીએ રૂ.2 હજાર ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ 1 હજાર આપવાનો વાયદો થયો હતો. નક્કી થયેલી લાંચની રકમ પૈકી રૂ. 800 ની રકમ આપી દીધા બાદ બાકીના રૂ.200 બાબતે આરોપી પોલીસકર્મીએ અવારનવાર ઉઘરાણી કરી હતી.

આ મામલે ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી તમામ હકીકત જણાવી હતી. જે બાદ એ.સી.બી.ના ટ્રેપીંગ અધિકારી મારફતે આરોપી વિરૂધ્ધ છટકુ ગોઠવાયુ હતું. જેમાં તા.5/9/2002 ના રોજ આરોપી પોલીસકર્મી રૂપિયા 200ની લાંચ લેતા પકડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છેકે જે તે સમયે એસીબીએ આરોપી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી. દરમિયાન એસીબી દ્વારા તપાસ પૂર્ણ કરી ખંભાળિયા સેશન્સ કોર્ટમા ચાર્જશીટ દાખલ કર્યું હતું.

આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એલ.આર.ચાવડાની ધારદાર દલીલો આધારે બીજા એડીશ્નલ સેશન્સ જજ ડી.ડી.બુધ્ધદેવે આરોપીને લાંચ રૂશ્વત નિવારણ ધારા 1988ની કલમ-7 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂ.2 હજાર નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા તથા લાંચ રૂશ્વત નિવારણ ધારા 1988ની કલમ 13 (2)(ઘ) તથા 132 મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ૨ વર્ષની સાદી કેદની સજા તથા રૂ.5 હાજર નો દંડ અને જો દડ ન ભરે તો વધુ 6 માસ ની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.

આમ જામનગરમાં બે દાયકા પહેલા અરજીના અનુસંધાને માંડવાળ કરવા તત્કાલીન પોલીસકર્મીને 1 હજારના લાંચ પ્રકરણમાં આજે કોર્ટે કસૂરવાર ગણી બે વર્ષની સજાનો હુકમ કર્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners