• પોરબંદરમાં બે વ્યક્તિએ જેન્ડર ચેન્જ કર્યા
  • નાયબ મામલતદાર નિલેશ મહેતા બનશે બિજલ
  • ખુશ્બુ બનશે આદિત્ય
  • બન્નેની દિલ્હીમાં ચાલી રહી છે સર્જરી

WatchGujarat. પોરબંદરના રાણાવાવ શહેરમાં નાયબ મામલતદાર તરીફે ફરજ બજાવતા નિલેશકુમાર મહેતાએ પુરુષમાંથી સ્ત્રી બનવાની સર્જરી કરાવી હતી. જો કે તેની જેની ટ્રીટમેન્ટ હજુ ચાલુ છે. મેડિકલ સર્જરી મારફતે તેઓએ જાતિ બદલી છે. નાયબ મામલતદાર નિલેશ કુમારને બચપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા અને પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતા હતા. પરંતુ આ બાબતે કંઈ સમજાય એ પહેલાં સામાજિક રીતિરિવાજો મુજબ તેને પુરુષ હોવાના નાતે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને એ લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો. પરંતુ ત્યાર બાદ છૂટાછેડા થઇ ગયા. બાદમાં તેમણે આખરે સ્ત્રી બનવાનો નિર્ણય કર્યો હતો. સમગ્ર મામલો મીડિયા અહેવાલમાં સામે આવ્યો હતો.

આ અંગે તેઓએ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી છે અને પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. હાલ તેમની હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આગામી સમયમાં તેઓ પુરુષના પ્રજનન અવયવના સ્થાને કૃત્રિમ સ્ત્રીનું પ્રજનન અવયવ મેળવવાની સર્જરી કરાવશે.

મહત્વનું છે કે સ્ત્રીમાંથી પુરુષ બનવું હોય કે પુરુષમાંથી સ્ત્રી બનવું હોય તો એની સર્જરીનો ખર્ચ 5થી 10 લાખ રૂપિયા આવે છે. અને આ પ્રકારની સર્જરી દિલ્હીમાં થાય છે. જાતિ બદલવા માટે સર્જરી પહેલાં હોર્મોન ટ્રીટમેન્ટ લેવી પડે છે. હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ તેનો અવાજ બદલાઈ જાય છે અને તેને દાઢી-મુછના વાળ આવવા લાગે છે. જ્યારે પુરુષમાંથી સ્ત્રી બનવા માટેની હોર્મોન ટ્રીટમેન્ટ શરૂ થતાંની સાથે જ પુરુષના ચહેરાનો દેખાવની સાથે સાથે અન્ય ફેરફારો પણ નોંધાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવો બીજો કિસ્સો પોરબંદર જ જોવા મળ્યો હતો. જેમાં 29 વર્ષીય ખુશ્બુ છોકરીમાંથી છોકરો બની છે. જેનું નામ આદિત્ય છે. ખુશ્બુએ યુવક બનવા માટે ગત 27 ઓક્ટોબર 2020ના રોજ પ્રથમ સર્જરી કરવી હતી. 1,30,000ના ખર્ચે દિલ્હીમાં થયેલી પ્રથમ સર્જરીમાં આ યુવતીની ચેસ્ટનું ઓપરેશન કરી યુવક જેવી તબદિલ કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેની પણ હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આગામી સમયમાં તેના સ્ત્રીના પ્રજનન અવયવમાંથી કૃત્રિમ પુરુષનાં પ્રજનન અવયવમાં તબદિલ કરવાની સર્જરી કરવામાં આવશે. યુવતીમાંથી યુવક બનેલી આ વ્યક્તિ કુંવારી છે અને હવે તે આગળની જિંદગી એક પુરુષ તરીકે મેળવવા માગે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud