• રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં ભણાવતા તમામ શિક્ષકો માટે એક મહત્વનો આદેશ કરવામાં આવ્યો
  • સ્વદેશી વસ્તુ માટે લોકો પ્રેરાય અને ખાદીની ખરીદી થાય તે માટે હવે શિક્ષકોએ આયોજન કરવાનું રહેશે
  • સરકારના આ આદેશ બાદ લોકોના મનમાં સવાલ છે કે શિક્ષકો ભણાવશે કે ખાદીનું વેચાણ કરશે?
  • શિક્ષકોએ ખાદીની માહિતી પણ મોકલવાની રહેશે તો વિદ્યાર્થીઓનું ભણતર મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતિ

WatchGujarat. ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યના સરકારી શાળાના શિક્ષકો માટે ફતવા સમાન આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર હવે ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનનાં મંત્રને સાર્થક કરવા શિક્ષકોએ મહેનત કરવી પડશે. હવે રાજ્યના શિક્ષકોએ ખાદીની ખરીદી થાય તે માટે લોકોને માહિતી આપવાની રહેશે. રાજ્યના વણાટકામ ક્ષેત્રના કાર્યરત જરૂરિયાતમંદોના લોકોને રોજગાર મળી રહે તે હેતું સર અને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ માટે લોકોપ્રેરાય અને ખાદીની ખરીદી માટે પ્રોત્સાહિત થાય તેવા હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ આદેશ બાદ સવાલ ઉભો થાય છે કે જો શિક્ષક ખાદી વહેંચશે તો ભણાવશે કોણ?

બાળકોના ભણતર પર અસર થશે તો જવાબદારી કોની?

આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગમાં ફરજ બજાવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ તથા કાર્યરત તમામ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો, આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત, સામૂહિક રીતે ખાદી ખરીદી અને પહેરણ માટે મહત્વનો કાર્યક્રમ આયોજીત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે ખાદી ખરીદીનો ફતવો જાહેર કરવામાં આવ્યો છે. જે બાદ શિક્ષકો બાળકોને ભણાવશે કે પછી ખાદીનું વેચાણ કરશે તે પણ યક્ષ પ્રશ્ન ઉભો થાય છે. આ ફતવાથી બાળકોના ભણતર પર અસર થશે તો જવાબદારી કોની?

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત 25મી ઓક્ટોબર, 2021થી શાળાના તમામ શિક્ષકો લોકો ખાદીની વધુમાં વધુ ખરીદી કરે તે હેતુસર મહત્વના પ્રયાસો કરશે. એટલું જ નહીં જે તે દિવસે ખાદીની ખરીદી કરેલ હોય તે અંતર્ગત શિક્ષકોએ પત્રક પણ તૈયાર કરવાનું રહેશે. જેના માટે પ્રાથમિક શાળામાં ખાદી રજીસ્ટરમાં નોંધણી કરવાની રહેશે. જ્યારે માધ્યામિક અને ઉચ્ચતર માધ્યામિક શાળાઓએ તમામ માહિતિ qcdને અને qcdએ બપોરના 2.00 વાગ્યા સુધીમાં svsને મોકલી આપવાની રહેશે. સરકારના આ આદેશ બાદ શિક્ષકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ અંગે સવાલ કરી રહ્યા છે, શિક્ષકો ભણાવશે કે ખાદીનું વેચાણ કરશે? નોંધનીય છે કે સરકારી શાળાના શિક્ષકો પર ભણતર ઉપરાંત પણ સરકારી કામોનો ભાર રહેતો હોય છે. વસ્તી ગણતરી હોય કે અન્ય કોઈ સરકારી કાર્યક્રમ , શિક્ષકોને આ રીતે જ કામ સોંપી દેવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud