• 10મી વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે
  • મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે
  • રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરાશે

WatchGujarat. ગુજરાતમાં કોરોના મહામારીના સંક્રમણને કારણે રાજ્ય સરકારે 2021ની વાયબ્રન્ટ સમિટનું આયોજન નહોતું કર્યું.પરંતુ હવે કોરોના કેસીસો ઓછા થતા વૈશ્વિક કક્ષાએ તમામ પ્રકારની કંપનીઓ અને સેક્ટરો ફરીથી ધમધમતા થયા છે.ત્યારે રાજ્ય સરકારે આગામી 2022માં વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું છે. આ સાથે ગુજરાતમાં વેપારની પરિસ્થતિ સુધરશે અને લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરશે.

વધુમાં જણાવતા ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ 10મી વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે. જેમાં ગુજરાત સરકારે રૂ. 24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 20 જેટલા MOU (મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો આ સમિટથી નાખ્યો છે તેના પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે. આજે 10મી વાઇબ્રન્ટ સમિટ શરૂ થઇ રહી છે. આજે પહેલા દિવસે સરકાર તરફથી ખાતરી આપું છું કોઈ પણ તકલીફ ન પડે તે જવાબદારી અમારી છે. પરંતુ સમયસર MOU પુરા ના થાય તેની જવાબદારી તમારી છે. ઘણી વખત MOU ન થાય અને શરૂ ન થાય તે માટે ઘણી મુશ્કેલીઓ પડે છે. જેથી હવે સરકાર તમારી સાથે છે. આ સાથે અમરેલીના રાજુલામાં મેઘમણી ઓર્ગેનિક પ્રોજેક્ટ હેઠળ 8500 કરોડનું રોકાણ થશે. તે ઉપરાંત દહેજમાં મેઘમણી ફિનકેમ 600 કરોડનું રોકાણ થશે જેમાં 700 લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થશે. જ્યારે ઝગડિયામાં 100 કરોડનું રોકાણ થશે.IOC 1595 કરોડનું રોકાણ કરશે જેમાં 5760 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. તેથી ​​​​​​​આ મૂડીરોકાણ દ્વારા રાજ્યમાં અંદાજે 36,925 જેટલી રોજગારની નવી તકો ઊભી થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ વર્ષે ગુજરાત સરકાર 10મી વાઈબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે. આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે અને તેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કોન્સેપ્ટ હશે શું છે આ કોન્સેપ્ટ પાછળનો ઉદ્દેશ્ય એ જાણવું રસપ્રદ રહેશે. આ સાથે આ વખતે ત્રણે ટીમો એક જ તારીખે એટલે 22મી થી 26 નવેમ્બરે ફોરેન રોડ શોમાં જશે. જેમાં પહેલા અગાઉ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન સાતથી આઠ રોડ શો યોજાતા અને આખોય મહિના થોડા સમયનાં અંતરે એક -એક ટીમ રોડ શો માટે વિદેશ જતી હતી.આ વખતે તેનાથી વિપરીત થઇ રહ્યું છે. જેમાં પહેલી ટિમ યુએસએમાં પ્રિન્સીપલ સેક્રેટરી જે પી ગુપ્તાની ટીમ સાથે ઉદ્યોગપતિઓ જશે. આ ઉપરાંત બીજી ટીમ જાપાન અને કોરીયામાં રોકાણ આકર્ષતા રોડ શો યોજશે.જેને શ્રમ અને રોજગાર વિભાગમાં પ્રિન્સીપલ સેક્રટરી અંજુ શર્મા લીડ કરશે. ત્રીજી ટિમ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર સોનલ મિશ્રાની ટીમ જર્મની ફ્રાન્સ અને નેધરલેન્ડ જશે.આ સાથે 2022 વાઇબ્રન્ટ સમીટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત થીમ પર યોજાશે. ભારતમાં અલગ અલગ જગ્યાએ 6 રોડશો થશે. મુખ્યમંત્રી દિલ્હીમાં પ્રથમ રોડ શો કરશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud