WatchGujarat. પેટ્રોલ અને ડીઝલની કિંમતો પહેલાથી જ આસમાને જઈ રહી છે. આવી સ્થિતિમાં ફુગાવાના કારણે સામાન્ય લોકોને ચારે બાજુથી ફટકો પડી રહ્યો છે. કોરોના મહામારીને કારણે અર્થવ્યવસ્થા ની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં મોંઘવારીએ સામાન્ય લોકોના ખભા પરનો ભાર વધારી દીધો છે.
કોરોના મહામારી સાથે લડતા લોકોના ખિસ્સા પર જુલાઇ મહિનો ખૂબ જ ભારે પડવાનો છે. જેના કારણે ગૃહણીઓનું કોરોના કાળમાં બજેટ ખોરવાયું છે. પેટ્રોલ-ડીઝલના કારણે દોઢ વર્ષ પછી ભાવમાં વધારો થયો છે. આજથી અમુલ દૂધના ભાવમાં વધારો થયો છે. જે આજથી અમૂલ દુધ 2 રૂપિયા મોંઘુ થયું છે. એલપીજી (LPG) સિલિન્ડર પણ મોંઘુ થઈ ગયું છે. જયારે, બેંકનો સર્વિસ ચાર્જ પણ આજથી વધી ગયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો પહેલાથી જ આસમાને જઈ રહી છે. આવી સ્થિતિમાં ફુગાવાના કારણે સામાન્ય લોકોને ચારે બાજુથી ફટકો પડી રહ્યો છે. કોરોના મહામારીને કારણે અર્થવ્યવસ્થા ની ગતિ ધીમી પડી રહી છે. આવી સ્થિતિમાં મોંઘવારીએ સામાન્ય લોકોના ખભા પરનો ભાર વધારી દીધો છે.
સાબુ, શેમ્પુ તેલ જેવી વસ્તુઓમાં 3 મહિનામાં 40 ટકા ભાવ વધ્યા છે. જો કે આ વધતી જતી મોંઘવારી એ આપણા દેશની સૌથી ગંભીર સમસ્યા છે. મોંઘવારીની કારમી ભીંસને લીધે દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોનું જીવન દુષ્કર બની ગયું છે.
અમૂલ દૂધના ભાવમાં વધારો
અમૂલે તેના તમામ બ્રાન્ડના દૂધના ભાવમાં લિટર દીઠ 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધેતા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ અંતર્ગત, દિલ્હી-એનસીઆરમાં ગ્રાહકોએ અમૂલ ના ફુલ ક્રીમ દૂધના લિટર પેક માટે 57 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ફુલ ક્રીમ દૂધના અડધા લિટર પેક માટે 29 રૂપિયા ચૂકવવા પડશે. ટોંડ દૂધના ભાવમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. ગોલ્ડ દૂધ હવે 60 રૂપિયા લિટર, તાજા દૂધ હવે 46 રૂપિયા લિટર અને ગાય દૂધ હવે 48 રૂપિયા લિટર મળશે. પરિવહન ખર્ચ વધતા સુમુલે દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. અમુલ ગોલ્ડ ૫૦૦ મીલી પહેલા ૨૮ રૂપિયે હવે ૨૯ રૂપિયે મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામાં લિટરે 2 નો વાધારો કરાયો છે.
LPG સિલિન્ડર ફરી થયું મોંઘું
રાંઘણ ગૅસ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં વધારાને કારણે ગ્રાહકોને મોટો આંચકો લાગ્યો છે. ઈન્ડિયન ઓઇલ (Indian oil)એ દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 જુલાઈ, 2021 થી વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ એક સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં 809 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 834.50 રૂપિયામાં મળશે. આ સાથે 19 કિલોગ્રામ સિલિન્ડરના દર પણ 1 જુલાઇ, 2021 થી વધ્યા છે. તેની કિંમતમાં 76.50 રૂપિયા નો વધારો થયો છે. હવે તે 1550 રૂપિયામાં મળશે.
બેંકનો સર્વિસ ચાર્જ પણ વધ્યો
આજથી બેંકનો સર્વિસ ચાર્જ પણ વધી રહ્યો છે. દેશની સૌથી મોટી સ્ટેટ બેંકે કહ્યું છે કે આજથી એટલે કે 1 જુલાઈ 2021 થી બેંકના ખાતાધારકો માટે નવા સર્વિસ ચાર્જ લાગુ થશે. ચાર્જમાં ફેરફાર એટીએમ (ATM) ઉપાડ, ચેક બુક, મની ટ્રાન્સફર અને અન્ય વ્યવહારોમાં કરવામાં આવશે. સ્ટેટ બેંકે આ ખાતાઓને ન્યૂનતમ બેલેન્સની જાળથી મુક્ત રાખ્યા છે. એટલે ન્યૂનતમ બેલેન્સ શૂન્ય રહેશે. જણાવી દઈએ કે હાલમાં ખાતા ધારકોને એક Rupay એટીએમ કમ ડેબિટ કાર્ડ મળે છે.