• વાઘોડિયા તાલુકાનાં અંતોલી ગામમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું 
  • અંતોલી ગામમાંથી એક 5.5 ફૂટનો અજગર માછલીના જાળામાં ફસાય ગયો હતો
  • બે કલાકની ભારે જહેમત બાદ સહી સલામત અજગરને જાળમાંથી બહાર કાઢવામાં આવ્યો

WatchGujarat. અનેક વખત જંગલી જાનવરો રસ્તા પર લટાર મારવા નિકળતા હોય છે. એમાંય વડોદરાની વાત કરીએ તો અનેક વખત  શહેરમાં મગરો આંટો મારવા નિકળતા હોય છે. એટલું જ નહીં ઘણી વખત રહેણાંક વિસ્તારોમાં પણ મગર જોવા મળી જાય છે. ત્યારે  ગત રોજ વાઘોડિયા તાલુકાનાં એક ગામમાં પણ આવો જ બનાવ બન્યો હતો. વાઘોડિયા તાલુકાનાં અંતોલી ગામમાં ખેતરની નજીક આવેલી નદી પાસે એક અજગર લટાર મારવા નિકળ્યો હતો. આ અજગર લટાર મારવા તો નિકળ્યો પરંતુ પછી માછલીનાં જાળામાં ફસાય ગયો હતો. ભારે જહેમત બાદ પણ અજગર જાળમાંથી નિકળી શક્યો ન હતો.

મળતી માહિતી મુજબ ગઇ કાલે રાત્રે 8 વાગ્યે ગુજરાત એસ.પી.સી.એ.ના માનદ મંત્રી રાજ ભાવસારને અંતોલી ગામમાં રહેતા હિતેશભાઇએ કોલ કર્યો હતો. હિતેશભાઇએ કોલ કરીને જણાવ્યું હતુ કે ખેતરની નજીક નદી પાસે એક 5.5 ફૂટનો અજગર માછલીના જાળામાં ફસાય ગયો છે. આ માહિતી મળતાની સાથે જ જી.એસ.પી.સી.એ.ના સ્વયંમ સેવક રીનવ કદમ અને નરેન્દ્ર ચૌહાણ અંતોલી ગામમાં પહોંચી ગયા હતા. જ્યાં માછલી પકડવાની જાળમાં એક મહાકાય અજગર જોવા મળ્યો હતો.

જી.એસ.પી.સી.એ.ના સ્વયંમ સેવક રીનવ કદમ અને નરેન્દ્ર ચૌહાણ દ્વારા અંતોલી ગામના છોકરાઓ અને વડીલોની મદદથી સાવચેતી પૂર્વક માછલીના જાળામાંથી અજગરને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે અજગરનુ કદ મોટું હોવાથી તેઓને બે કલાકની બારે જહેમત ઉઠાવવી પડી હતી. પરંતુ બે કલાકની મહેનતથી અજગરને સહી સલામત રીતે જાળમાંથી બહાર કઢાયો હતો. બે કલાકની ભારે જહેમત બાદ માછલીના જાળામાંથી બહાર કઢાયેલ અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એસ.પી.સી.એ.ના માહિતી મળતા તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ અજગર મોટો હોવાથી માછલીનાં જાળામાં ખૂબ ગૂચવાય ગયો હતો. બાદમાં જાળાને કાપીને બહાર કાઢવામાં બે કલાકનો સમય લાગી હતો. અંતે અનેક લોકોના સહયોગથી અજગર સલામત રીતે બહાર આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud