WatchGujarat. BCCI એ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં ક્રિકેટ હેડના પદ માટે અરજીઓ મંગાવી છે, જેના વર્તમાન વડા અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન Rahul Dravid ફરી અરજી કરી શકે છે.

2019 માં મળી હતી જવાબદારી

ભારતની બેન્ચ સ્ટ્રેન્થ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાહુલ દ્રવિડને જુલાઈ 2019 માં એનસીએના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેણે અગાઉ જુનિયર ખેલાડીઓ સાથે ઇન્ડિયા અંડર -19 અને ઇન્ડિયા A ટીમના કોચ તરીકે વ્યાપક કામ કર્યું હતું.

સમાપ્ત થયો દ્રવિડનો કરાર

રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને બે વર્ષનો કરાર મળ્યો છે અને નિયમો અનુસાર BCCI એ તેના માટે અરજીઓ મંગાવી છે. દ્રવિડ બે વર્ષના વિસ્તરણ માટે ફરીથી અરજી કરે તેવી અપેક્ષા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ (રાત્રે 11.59 સુધી) છે.

દ્રવિડ ફરી બની શકે છે NCA Head

બીસીસીઆઈના એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે, “રાહુલ દ્રવિડ આ પદ માટે ફરી અરજી કરી શકે છે, પરંતુ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ બાદ નવેમ્બર 2021 માં સમાપ્ત થઈ રહ્યો છે અને દ્રવિડ રાષ્ટ્રીય ટીમમાં રહેશે તેવી સંભાવના છે.” ભલે ગમે તે હોય, તે આ સિસ્ટમનો અભિન્ન ભાગ બન્યા રહેશે.

શ્રીલંકા ટૂર પર બનેલ હતા કોચ

ભારતીય મુખ્ય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસને કારણે, દ્રવિડ તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી મર્યાદિત ઓવરોની ટીમના મુખ્ય કોચ હતા. શ્રીલંકામાં 6 મેચ સમાપ્ત થયા બાદ તેમને ભારતના મુખ્ય કોચ બનવા અંગે પૂછવામાં આવ્યું હતું, પરંતુ તેમણે હજુ સુધી આ મુદ્દે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી નથી.

રવિ શાસ્ત્રીને આપશે ટક્કર?

દ્રવિડે કહ્યું, ‘સાચું કહું તો મેં ખરેખર બહુ આગળ કંઈ વિચાર્યું નથી. હું જે કરું છું તે કરવામાં મને આનંદ આવે છે. ‘ શાસ્ત્રી મે મહિનામાં 59 વર્ષના થયા. જો ભારત ટી 20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન ન કરે તો દ્રવિડ રાષ્ટ્રીય ટીમ માટે મુખ્ય કોચની આ રેસમાં જોડાઈ શકે છે.

ICC Trophy જીતવાની રાહ

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને રવિ શાસ્ત્રી (Ravi Shastri) ની જોડીએ ભારત માટે અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી (ICC Trophy) જીતી નથી. શાસ્ત્રીની દેખરેખ હેઠળ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ સહિત ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું પરંતુ વૈશ્વિક ખિતાબ જીતવામાં નિષ્ફળ રહી.

શું છે NCA Head ની જવાબદારી?

બીસીસીઆઇની વેબસાઇટ અનુસાર, ‘એનસીએ ક્રિકેટ હેડ એકેડમીમાં ક્રિકેટ કોચિંગના તમામ કાર્યક્રમોના સંચાલન માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે. તે એનસીએમાં તાલીમમાં ભાગ લેનારા તમામ ક્રિકેટરોની તૈયારી, વિકાસ અને પ્રદર્શન માટે જવાબદાર રહેશે. તે પુરુષ અને મહિલા ખેલાડી વિકાસ કાર્યક્રમો હેઠળ એનસીએમાં મોકલવામાં આવતા ઉભરતા અને યુવાન ક્રિકેટરોના વિકાસ માટે જવાબદાર રહેશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud