watchgujarat: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 6 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ઐતિહાસિક દાંડી યાત્રાના અંતિમ દિવસે એટલે કે 6ઠ્ઠી એપ્રિલે રાહુલ ગાંધી સાબરમતી આશ્રમથી જ ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ કરશે. આ યાત્રા નવી દિલ્હીમાં સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે પૂરી થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં આ યાત્રા રાજસ્થાન, હરિયાણા સહિત ગુજરાતના દરેક જિલ્લામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીના શાંતિ સંદેશોને ઉજાગર કરશે.

સ્વાતંત્ર્ય સંગ્રામની ઐતિહાસિક યાત્રાની ક્ષણોને ઉજાગર કરવામાં આવશે: ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ ગાંધી સંદેશ યાત્રા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઐતિહાસિક દાંડી યાત્રા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ઐતિહાસિક યાત્રા હતી જે 6 એપ્રિલ 1930ના રોજ પૂરી થઈ હતી. આ દિવસની ઉજવણી માટે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને 6 એપ્રિલે અમદાવાદના સાબરમતી આશ્રમથી દિલ્હી સુધી ગાંધી સંદેશ યાત્રા શરૂ કરશે. ગાંધીજીના અહિંસા અને સત્યના સંદેશાને ઉજાગર કરવાના પ્રયાસરુપે આ યાત્રા યોજાઈ રહ્યાનું મોઢવાડિયાએ ઉમેર્યું હતું.

સાબરમતી આશ્રમ ખાતેથી ગાંધી સંદેશ યાત્રાનો રાહુલ ગાંધી આરંભ કરાવશે. ત્યારબાદ સેવાદળના કાર્યકરો આગેવાની લેશે. ગુજરાતના દરેક જિલ્લામાંથી પસાર થતી વેળાએ સ્થાનિક આગેવાનો તેમાં જોડાશે. આ યાત્રા નવી દિલ્હી સ્થિત સ્વ. રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે સંપન્ન થશે. આ યાત્રાનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ ગાંધીજીના શાંતિના સંદેશાને ફેલાવવાનો જ છે. આ માટે ગાંધી સંદેશ યાત્રા નામ રાખવામાં આવ્યું છે.

મોદી 21મી એપ્રિલે ગુજરાત આવશે

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસ પર પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે. જેની માહિતી ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરોને આપવામાં આવી છે. આ પછી, 21 એપ્રિલે પીએમ મોદી ફરીથી રાજ્યની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners