શહેરના ભટાર રૂપાલી નહેર પાસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે દરોડા પાડી કુટણખાનું ઝડપી પાડ્યું
સ્પાના સંચાલક, બે લલના અને ગ્રાહકની ધરપકડ કરાઈ, સ્પાના માલિકને વોન્ટેડ જાહેર કરાયો
સ્પામાંથી રોકડા રૂપિયા 13 હજાર, 3 મોબાઈલ મળી કુલ 33 હજારની મત્તા કબજે કરાઈ
WatchGujarat. સુરતમાં અવારનવાર પોલીસ દ્વારા ગોરખધંધા ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાં ગેરકાનૂની પ્રવૃતિઓ અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં સુરતના ભટાર રૂપાલી નહેર પાસે નિશા સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સંચાલક, બે લલના અને ગ્રાહકની ધરપડક કરી હતી. જોકે સ્પાના બે માલિકો ફરાર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં એન્ટી હ્યુયમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળી હતી કે ભટાર રોડ પર આવેલા સાકાર શોપીંગ સેન્ટરમાં નિશા સ્પા નામની શોપમાં કુટણખાનું ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે એન્ટી હ્યુયમન ટ્રાફિકિંગ યુનિટ કાર્યવાહી હાથ ધરી હતી. અને તાજેતરમાં જ અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ કાર્યવાહીમાં સ્પામાંથી પોલીસે બે લલના સંચાલક અજય સંતોષ ભૂપત તથા ગ્રાહક પ્રિન્સ મનુભાઈ બરવાલિયાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પોલીસે સ્પામાંથી રોકડા રૂપિયા 13 હજાર, 3 મોબાઈલ મળી કુલ 33 હજારની મત્તા કબજે કરી હતી.
જ્યારે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે સ્પાના માલીક ફાતેમા મોર્યા અને રાહુલ મોર્યા હોવાનું બહાર આવ્યું હતું. જોકે આ બને આરોપીઓ હજી પોલીસના હાથે ઝડપાયા નથી. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી દીધા છે. વધુમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ભૂતકાળમાં પણ પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર દરોડો પાડી કાર્યવાહી કરી છે. અને હાલમાં ખાસ કરીને વેસુ વિસ્તારમાં આવા સ્પાના નામે ચાલતા કુટણખાના પર પોલીસે રેડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.