• રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા શહેરની ઈમ્પિરીયલ હોટલમાં દરોડા પાડવામાં આવ્યા
  • અખાદ્ય પુરણપુરી તેમજ પીઝા બેઇઝ મળી આવતા જ તેના 7 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો
  • આ પુરણપુરી અને પીઝાબેઝ હોટલ દ્વારા રૂ. 500નાં ભાવે વેચવામાં આવતા હોવાનું સામે આવ્યું

WatchGujarat. મનપાનાં ફૂડ વિભાગ દ્વારા આજે યાજ્ઞિક રોડ પર આવેલ ઇમ્પિરીયલ હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અખાદ્ય પુરણપુરી તેમજ પીઝા બેઇઝ મળી આવતા જ તેના 7 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો. હતો. આ પુરણપુરી અને પીઝાબેઝ હોટલ દ્વારા રૂ. 500નાં ભાવે વેચવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. જોકે તે વાસી હોવાથી મનપાએ આ માલ ગટરમાં ફેંકી દીધો હતો. ઉપરાંત ફૂડ વિભાગની કાર્યવાહીમાં એવી ચોંકાવનારી બેદરકારી પણ જોવા મળી હતી કે ભોંયતળીયામાં સફાઇ યોગ્ય કરવામાં આવતી નથી. અને હોટલમાં ડસ્ટબીન ઢાંકેલી રખાતી નથી. જેને લઈને આ મામલે નોટિસ ફટકારવામાં આવી છે.

આ ઉપરાંત યાજ્ઞિક રોડના ટોમેટો રેસ્ટોરન્ટમાંથી વાસી ગ્રેવી 3કિ.ગ્રા., બોઇલ્ડ નુડલ્સ 1કિ.ગ્રા.,બોઇલ્ડ રાઇસ 2 કિ.ગ્રા. વાસી મળતા તેનો નાશ કરવામાં આવ્યો. છે. હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ટે ફૂડના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે પણ નોટીસ ફટકારવામાં આવી છે. આ જ રોડ પર આવેલ હોટલ બીઝમાં આરોગ્ય અને ફૂડ વિભાગે ચકાસણી કરી હતી. ત્યાં પણ હાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ અપાઇ છે. જયારે ગેટવેલ મેડીસિન્સને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે.

આ દરોડામાં જુદા-જુદા 18 ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણીમાં પ્રિપેર્ડ ફૂડ 9 કિ.ગ્રા. જેટલો જથ્થો વાસી મળતા સ્થળ પર નાશ કરી 4 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે. ગતરાત્રે રાત્રી બજારોમાં કુલ 38 રેડીધારકને ત્યાંથી 31 કિલો વાસી માલ મળતા નાશ કરીને એકને લાયસન્સ અંગે નોટીસ આપવામાં આવી છે. યાજ્ઞિક રોડ પર છાસવાલા, એ ટુ ઝેડ પાન સેન્ટર, મોમાઇ ટી સ્ટોલ ઍન્ડ રેસ્ટોરન્ટ, વિધી ફાસ્ટફુડ, આરાધના ટી સ્ટોલ, અનામ ઘુઘરા, બાપા સિતારામ વડાપાઉં, ચાવાલા, રાજમંદિર કોલ્ડ્રીંક્સ, સંતોષ ભેળ ખાતે ચકાસણી કરાઇ હતી. કુડ વિભાગે મેઘાણી રંગ ભવન પાછળની રેંકડીમાંથી અને હોકર્સ ઝોન સહિતની 19 જગ્યાએ ચેકીંગ કરીને 9 કિલો માલનો નાશ કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud