• થોડા દિવસોમાં ન્યુનત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શકયતા
  • બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરના ભેજના લીધે હવામાનમાં પલટો આવી શકે
  • ભારતનાં મહદ્દ ભાગોમાં 17થી 20 માવઠું થઇ શકે
  • રાજ્યનાં અમુક વિસ્તારમાં અષાઢી મેઘ પડે તેવી શક્યતા

WatchGujarat. જો તમે ચોમાસું ચાલ્યુ ગયુ એમ સમજીને રેઇનકોર્ડ મૂકી દીધા હોય તો આવનાર દિવસોમાં તમારે સ્વેટર સાથે રેઇનકોર્ટ પહેરવાનો વારો આવી શકે છે. જી.હા. કારણ કે નિષ્ણાંતો દ્વારા ઠંડીના જોરમાં વધારાની સાથે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. હાલ દરેક સવારે ગુલામી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે આગામી થોડા દિવસોમાં રાજ્યમાં ન્યુનત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. તો વળી રાજ્યનાં અમુક વિસ્તારમાં અષાઢી મેઘ પડે તેવી શક્યતા છે. એટલે આવનારો દિવસોમાં રાજ્યનાં અમુક ભાગોમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.

બંગાળના ઉપસાગરમાં એક પછી એક હવાના હળવા દબાણ ઉભા થઇ શકે છે અને દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપની પણ અસર થવાની સંભાવના રહેશે. હવે ધીમે-ધીમે પશ્ચિમની ગરબડ શરૂ થતા આગામી થોડા દિવસોમાં ન્યુનત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શકયતા છે. તેમ હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે.

હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળનાં ઉપસાગર અને અરબ સાગરના ભેજના લીધે દક્ષિણ મહારાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના દરિયાકિનારે પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. આ ઉપરાંત 16 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હવાના દબાણ વધવાની શકયતા હોવાથી ભારતનાં મહદ્દ ભાગોમાં 17થી 20 માવઠું થઇ શકે છે.

ગુજરાતની વાત કરીએ તો પંચમહાલ,ઉત્તર-મધ્ય ગુજરાતનાં ભાગો, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર સહિતનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. અને કોઇ ભાગોમાં અષાઢી માહોલ સર્જાય શકે છે. કમોસમી વરસાદ વીજળીના કડાકા સાથે થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રહો પ્રચંડ નાડીમાં હોવાથી તારીખ 18, 19, 20,21 ઉપરાંત ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પણ વિશિષ્ટ સ્થિતિનાં લીધે બંગાળનાં ઉપસાગરમાં થતા હવાના દબાણ ગુજરાતને પ્રભાવિત કરી શકે. આ વખતે ડિસેમ્બરની શરૂઆતથી સખત ઠંડી અને 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે.

Facebook Comments Box

Videos

Our Partners