હાલના સમયમાં ખુબ મોટી ચર્ચા નો વિષય બની ઉઠેલો કેસ જેમાં પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પોર્નોગ્રાફીનો વ્યવસાય કરવાના ગુનામાં 19 જુલીની રાત્રે પકડી પડ્યો હતો.

રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પોર્નોગ્રાફીક કન્ટેન્ટ બનાવવા અને તેને એપ પર પ્રકાશિત કરવાના આરોપમાં કેસ દાખલ કરવમાં આવ્યું છે. આમ તો રાજ કુન્દ્રા એક બિઝનેસમેન તરીકે જાણીતો છે પણ હાલ ચર્ચા નો વિષય એ છે કે પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પોર્નોગ્રાફીના વ્યવસાય માંથી કેટલું કમાતો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તાપસમાં મોટો ખુલાસો થયો છે કે રાજ કુન્દ્રા HOTHIT ડિજિટલ પ્લેટફોર્મથી એક દિવસમાં લાખો રૂપિયા કમાતો હતો.અને જેમાં HOTHIT થી થતી કમાણીનો આજે મુંબઈ પોલીસે ખુલાસો કરી દીધો છે.

HOTHIT થી થતી આવકનો ખુલાસો

એક રિપોર્ટ અનુસાર પોર્નોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો રાજકુન્દ્રા અને તેનો બિઝનેસ પાર્ટનર એક દિવસના લાખો રૂપિયા કમાતા હતા. અને જેમાં 24 કલાકમાં અનેક એકાઉન્ટઓમાં પૈસા ટ્રાન્સફર થતા હતા.

પોલીસને 7.5 કરોડની જાણકારી મળી

પોલીસે આ મામલે રેવા ઉર્ફે યાસ્મિન ખાનની ધરપકડ કરી છે. જે ઉપરાંત પોર્નોગ્રાફીના વ્યવસાય દ્વારા થતી કમાણીની પણ તાપસ ચાલી રહી છે ત્યારે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરએ જણાવ્યું છે ,આ વ્યસાય સાથે સંકળાયેલા આરોપીઓના અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી 7.5 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા છે.

જાણો ક્યારે કેટલા પૈસા ટ્રાન્સફર થયા

– 22 ડિસેમ્બર 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-25 ડિસેમ્બર 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-26 ડિસેમ્બર 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 10 લાખ રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-28 ડિસેમ્બર 2020ના રોજ XX790 અકાઉન્ટમાં 50 હજાર રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-3 જાન્યુઆરી 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 2 લાખ 5 હજાર રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-10 જાન્યુઆરી 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 3 લાખ રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-13 જાન્યુઆરી 2021ન XX790 અકાઉન્ટમાં 2 લાખ રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-20 જાન્યુઆરી 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-23 જાન્યુઆરી 2021ના રોજ XX790 અકાઉન્ટમાં 95 હજાર રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

-3 ફેબ્રુઆરીએ 2021ન XX790 અકાઉન્ટમાં 2 લાખ 70 હજાર રૂપિયા HotHitના અકાઉન્ટથી આવ્યા

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ કુન્દ્રાની 19 જૂનને ધરપકડ કરવામાં આવી હતી.અને તેની ઘનિષ્ટ પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા એ પણ એંધાણ મળી રહ્યા છે કે ખ્યાત બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ આ ગુનામાં સંડોવણી છે, એ ઉપરાંત રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે

H નામનું વૉટ્સઍપ ગ્રુપ

રાજની વૉટ્સઍપ ચૅટ વાયરલ થઇ હતી અને તેમાં સામે આવ્યું કે તેના ફોનમાં H નામનું એક ગ્રુપ હતું જેમાં તે બિઝનેસની વાતો કરતો હતો. તેના બિઝનેસ પાર્ટનર અને મૉડલ તેમજ એક્ટ્રેસના પેમેન્ટ વિશેની ચર્ચાઓ પણ તે જ ગ્રુપમાં થતી હતી. તેની સાથે તે પ્લાન Bની તૈયારીઓ પણ કરી રહ્યો હતો.

રાજ કુન્દ્રાનો પ્લાન B

ગયા વર્ષે 18 નવેમ્બરના રોજ રાજ કુન્દ્રાની એપ્લિકેશનને ગૂગલ વોયલેશનના કારણે સસપેન્ડ કરી દેવામાં આવી હતી. રાજ કુન્દ્રાએ પહેલેથી જ પ્લાન B તૈયાર કરી રાખ્યો હતો જેથી એપ્લિકેશન સસપેન્ડ થવા પર તેને કોઇ પણ જાતની સમસ્યા થઇ નહી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud