• ગુજરાતે રોકાણકારોને બોલાવવા પડે છે જ્યારે રાજસ્થાનને સામેથી મળે છે
  • છેલ્લા એક મહિનામાં થયેલા mouની વિગતો મુજબ રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ગુજરાતની ભાજપ સરકારને પછાડી
  • બન્ને રાજ્યોની અત્યાર સુધીની દોડમાં રાજસ્થાન સરકાર, ગુજરાત કરતાં પાંચ ગણી આગળ નીકળી ગઇ

WatchGujarat.આગામી જાન્યુઆરી માસમાં ગુજરાત અને રાજસ્થાન સરકારે પોત-પોતાના રાજ્યોમાં રોકાણકારોને આર્કષવા સમિટનું આયોજન કર્યું છે. સૌથી વધુ રકમનાં mou કરવા માટે ભાજપ શાસિત ગુજરાત અને કોંગ્રેસ શાસિત રાજસ્થાન સરકાર વચ્ચે તીવ્ર સ્પર્ધા જામી છે. જેમાં છેલ્લા એક મહિનાના આંકડા જોઇએ તો ગુજરાતે કુલ 1,14,484 કરોડનાં અને રાજસ્થાન સરકારે 5,34,632 કરોડનાં mou કર્યા છે. સૌથી મહત્વની બાબત છે કે ગુજરાત સરકારે રોકાણકારોને બોલાવવા પડે છે જ્યારે રાજસ્થાન સરકાર જ્યાં જાય ત્યાં તેમને રોકાણકારો મળી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા આગામી તા.10,11,12નાં રોજ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું છે. જ્યારે આ જ તર્જ પર રાજસ્થાનની કોંગ્રેસ સરકારે તા.24 25નાં રોજ ઇન્વેસ્ટ રાજસ્થાન સમિટનું આયોજન કર્યું છે. બન્ને સરકાર છેલ્લા થોડા મહિનાઓથી પોતા-પોતાના રાજ્યોમાં રોકાણકારોને આર્કષવા રોડ-શો,બિઝનેસ મિટ્સ જેવા કાર્યક્રમો યોજી રહી છે. બન્ને રાજ્યોની અત્યાર સુધીની દોડમાં રાજસ્થાન સરકાર, ગુજરાત કરતાં પાંચ ગણી આગળ નીકળી ગઇ છે.

એટલું જ નહીં વધુ દોડવા માટે ગુજરાત સરકાર પાસે હવે દસ જ દિવસ છે. જ્યારે રાજસ્થાન સરકાર પાસે હજુ 24 દિવસ છે. ગુજરાત સરકાર છેલ્લા પાંચ સોમવારથી દર સોમવારે mou કરી રહી છે. તા.22 નવેમ્બરથી 27 ડિસેમ્બર સુધીનાં પાંચ સોમવાર દરમિયાન ગુજરાત કુલ 1,14,484.21 કરોડનાં રોકાણનાં mou કર્યા છે. જ્યારે રાજસ્થાન સરકારે પાંચ સ્થળોએ મિટિંગ યોજીને કુલ 5,34,632 કરોડનાં mou કરી લીધા છે. જેમાં ગુજરાતમાંથી 1,05,000 કરોડ,ચેન્નાઇમાંથી 36,820 કરોડ, મુંબઇમાંથી 1,94,800 કરોડ, દિલ્હીમાંથી 78,700 કરોડ, બેંગ્લુરુમાંથી 74,312 કરોડ અને દુબઇ એક્ષપોમાંથી 45,000 કરોડનાં mou કર્યા છે.

ગુજરાતને મળેલુ સૂચિત રોકાણ
તારીખ             mou        રૂપિયા કરોડમાં
22 નવેમ્બર       20           24,185.22
29 નવેમ્બર       12             14,003.10
6 ડિસેમ્બર        12             14,165
20 ડિસેમ્બર     37            48,520.05
27 ડિસેમ્બર     16            13,610.84
કુલ                  97             1,14,484.21

રાજસ્થાનને મળેલું સૂચિત મૂડી રોકાણ
સ્થળ              mouની રકમ
ગુજરાત          1,05,000
મુંબઇ             1,94,800
દિલ્હી            78,700
બેંગલુરૂ        74,312
દુબઇ           45,000
કુલ             5,34,632

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર માટે વિચારવા લાયક બાબત એ છે કે રાજસ્થાન સરકાર પાંચ ગણી રકમનાં mou કરી ગયું છે. આ mou જ્યાંથી કર્યા છે ત્યાં ગુજરાત સરકારે પણ રોડ-શો યોજ્યાં જ હતા. તોતિંગ ખર્ચાઓ કરીને દેશ-વિદેશમાં સિનિયર અધિકારીઓ, મંત્રીઓ અને મુખ્યમંત્રી ખુદ રોડ -શો કરી આવ્યા છે. આમ છતાં ત્યાંના રોકાણકારોએ ગુજરાત કરતાં રાજસ્થાન સરકાર પર વધુ ભરોસો મૂક્યો છે. જેમાં ગુજરાતનાં જ બિઝનેસ ટાયકૂન અદાણી ગ્રુપનો પણ સમાવેશ થાય છે. અદાણી જૂથે રાજસ્થાન સરકાર સાથે 20 હજાર કરોડનાં mou કર્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners