• એક વર્ષ બાદ એરપોર્ટ પરથી દર કલાકે ફલાઈટ ભરશે ઉડાન
  • રાજકોટ-દિલ્હી, રાજકોટ-મુંબઈની ફ્રિક્વન્સી વધારાઈ

WatchGujarat. રાજકોટમાં આજથી રોજ 11 ફ્લાઈટ ઉડાન ભરશે. જેમાં એક વર્ષ બાદ એરપોર્ટ પરથી દર કલાકે ફલાઈટ ઉડાન ભરશે. તેમાં રાજકોટ-દિલ્હી, રાજકોટ-મુંબઈની ફ્રિકવન્સી વધારાઈ છે. જેમાં રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે સારા સમાચાર છે.

રાજકોટમાં આજથી રોજ 11 ફ્લાઈટ ભરશે ઉડાન

પ્રાપ્ત વિગતો અનુસાર, એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટથી દર કલાકે એક ફ્લાઇ ઉડાન ભરશે. જેમાં આજથી રોજ 11 ફ્લાઇટ ઉડાન ભરશે. તથા ડેઇલી ફ્લાઇટ શિડ્યુલ મુજબ ઉડાન ભરશે. તેમાં રાજકોટ – દિલ્હી અને રાજકોટ – મુંબઈની ફ્રીકવેન્સી વધારવામાં આવી છે. તથા રાજકોટ – દિલ્હી, રાજકોટ – મુંબઈ, રાજકોટ – બેંગ્લોર, રાજકોટ – ગોવા, રાજકોટ – સુરતની ફ્લાઇટ ઉડાન ભરશે. તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સએ ડેઇલી ફ્લાઇટ શિડ્યુલથી વેપાર વધવાની આશા વ્યક્ત કરી છે.

એક વર્ષ બાદ એરપોર્ટ પરથી દર કલાકે ફલાઈટ ભરશે ઉડાન

એક વર્ષ બાદ રાજકોટ એરપોર્ટ પર હવે આજથી રોજની 11 ફલાઈટ ઉડાન ભરશે. ગત માર્ચ માસમાં રાજકોટ એરપોર્ટ પર રોજ દર એક કલાકે ફલાઈટ મળી રહેતી હતી. કોરોનાની બીજી લહેર આવતા મુસાફરો ઘટી ગયા હતા. ત્યારે રાજકોટ એરપોર્ટ પર સૌથી વધુ મેડિકલ અને ઈમરજન્સી ફ્લાઈટની અવર-જવર વધારે રહી છે. બીજી અને ત્રીજી લહેર બાદ પહેલીવાર ફલાઇટ ફ્રિકવન્સી વધી રહી છે. સૌથી વધુ દિલ્હી -મુંબઇની ફલાઇટ છે જેને કારણે દિલ્હી- મુંબઈ એક જ દિવસમાં જઈને પરત ફરી શકાશે.

રાજકોટ-દિલ્હી, રાજકોટ-મુંબઈની ફ્રિક્વન્સી વધારાઈ

ફલાઈટ ફ્રિકવન્સી વધતા હવે મુસાફરોનો આઠથી 10 કલાકનો સમય બચી જશે. રાજકોટ એરપોર્ટ પરથી રોજ દિલ્હી – મુંબઈની ચાર- ચાર અને હૈદ્રાબાદ-ગોવાની એક- એક ફલાઈટ મળી રહેશે. આ સિવાય રાજકોટથી સુરત જવા માટે ફલાઈટ મળશે. કોરોનાના કેસ વધવાને કારણે મુસાફરો ઘટી ગયા હતા. પરંતુ હવે કોરોનાના કેસ કાબૂમાં આવી ગયા છે અને વેપાર- ઉદ્યોગ માટે કોઈ પ્રતિબંધ નહિ હોવાથી પૂરતો ટ્રાફિક મળી રહે તેવી આશા સેવાઈ રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners