• રાજકોટ મનપામાં ફરજ બજાવતા અને કનક રોડ ફાયર સ્ટેશનમાં કાર્યરત વર્ગ-3નાં કર્મચારી કિરીટ હરપાલભાઇ કોલી લાંચ લેતા ઝડપાયો
  • રકઝકના અંતે બન્ને ટાવરની ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂા.40,000/- ની લાંચની રકમની માંગણી કરી
  • ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતા છટકું ગોઠવાયું

WatchGujarat. ફાયર વિભાગનો કર્મચારી ACBની ઝપેટમાં આવ્યો છે. ACBએ કનક રોડ ફાયર સ્ટેશનમાં કાર્યરત કિરીટ હરપાલભાઈ કોલીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. ફાયર સેફટીનાં NOC માટે વર્ગ 3નાં કર્મચારી કિરીટે એક ટાવર બિલ્ડીંગનાં રૂ. 25 હજાર લેખે બે બિલ્ડીંગ માટે રૂ. 50 હજારની લાંચ માંગી હતી. બાદમાં રૂ. 40 હજાર રકઝકને અંતે નક્કી કરવામાં આવ્યા હતા. આ અંગે જાગૃત નાગરિકે ACBને જાણ કરતા એક છટકું ગોઠવાયું હતું. જેમાં રૂ. 40 હજાર લેતા રંગેહાથ ઝડપાયો હતો.

જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટ મનપામાં ફરજ બજાવતા અને કનક રોડ ફાયર સ્ટેશનમાં કાર્યરત વર્ગ-3નાં કર્મચારી કિરીટ હરપાલભાઇ કોલી લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદીએ બે ટાવર બિલ્ડીંગોમાં ફાયર સેફટી ઇકવીપમેન્ટ લગાડવાનુ કામ રાખ્યું હતું. બાદમાં આ કામ પૂર્ણ થયે ફાયર સેફટીની એન.ઓ.સી. અર્થે મનપા હેઠળના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીસ વિભાગમાં અરજી કરી હતી.

આ એન.ઓ.સી. તૈયાર થઇ ગયું હોય, તે ફરીયાદીને આપવાના અવેજ પેટે આ કામના આરોપી કિરીટ કોલી દ્વારા એક ટાવર બિલ્ડીંગની એન.ઓ.સી. આપવાના રૂ.25,000/- લેખે બન્ને ટાવર બિલ્ડીંગની એન.ઓ.સી. આપવા માટે રૂા.50,000/- ની લાંચની માંગણી કરાઈ હતી. રકઝકના અંતે બન્ને ટાવરની ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂા.40,000/- ની લાંચની રકમની માંગણી કરી હતી.

જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરીયાદને આધારે આજરોજ એસીબીએ એક લાંચના છટકાનું આયોજન કર્યું હતું. દરમિયાન આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસે રૂા.40,000/- ની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયો હતો. જેને લઈને આરોપીને ડીટેઇન કરી ACBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud