• એઇમ્સના બીલ્ડીંગની કામગીરી હાલ ચાલી રહી છે – રાજકોટ એઇમ્સના ડીરેકટર સી.ડી.એસ. કોટચ
  • કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જે કામ અધુરૂ છે તેને પુરૂ કરવા માટે જે તે વિભાગને સુચનાઓ આપી દેવામાં આવી છે – રામ મોકરીયા, રાજ્યસભાના સાંસદ

WatchGujarat. શહેરની ભાગોળે પરાપીપળીયા પાસે નિર્માણ પામતી એઇમ્સ હોસ્પિટલ ખાતે રાજ્યસભાનાં સાંસદ રામ મોકરીયાએ મુલાકાત લીધી હતી. અને ત્યાં હાલમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે આગામી 31 ડીસેમ્બરથી જ કામ ચાલુ રહશે તો પણ ઓપીડી શરૂ કરી દેવામાં આવનાર હોવાની ખાતરી એઇમ્સના ડીરેકટરે મોકરીયાને આપી હતી અને કહ્યું હતું કે આગામી એક-બે મહિનામાં મજૂરોની સંખ્યા ડબલ કરી અને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ એઇમ્સનાં નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે, કામ ઝડપથી ચાલી રહ્યું છે અને જે કામ અધુરૂ છે તેને પુરૂ કરવા માટે જે તે વિભાગને સુચનાઓ આપી દેવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિરામય સ્વપ્નને સાકાર કરવા અને આરોગ્ય માટેની સગવડો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે હાલ એઇમ્સમાં યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે.

રાજકોટ એઇમ્સના ડીરેકટર સી.ડી.એસ. કોટચે આ અંગે જણાવ્યું હતું કે એઇમ્સના બીલ્ડીંગની કામગીરી હાલ ચાલી રહી છે. જે અંગે માર્ગદર્શન મેળવવા માટે રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાને સમીક્ષા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેની પાસેથી જરૂરી માર્ગદર્શન આજે મળ્યું હતું. આગામી 31 ડીસેમ્બર 2021થી ઓપીડી શરૂ કરી દેવામાં આવશે. આ માટે તા.15 મી ડીસેમ્બરે બીલ્ડીંગની સોંપણી કરાશે. જેના આગલા દિવસથી જ ઓપીડીના લોકોને બોલાવવામાં આવશે. અને 31 ડીસેમ્બરથી શરૂ થનાર ઓપીડીની તૈયારીઓ કરી દેવામાં આવશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કામ અધુરૂ હોય કે પુરૂ થઇ ગયું હોય, પણ લોકોને આરોગ્યની સેવા આપવામાં આવશે. ઓગષ્ટ 2022માં આયુષ્ય બ્લોક પણ તૈયાર કરવામાં આવશે અને અમને હેન્ડઓવર કરાશે. તેના પછીના મહિનાથી ઇન્ડોર દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવશે. એઇમ્સને જોડવા માટે વિવિધ દિશા તરફથી રોડ-રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. મોરબી રોડ, જામનગર રોડને સીધા એઇમ્સ સાથે જોડવામાં આવશે. હાલ આ તમામ રસ્તાઓની કામગીરી ચાલી રહી છે. ડીસેમ્બરમાં ઓપીડી શરૂ કરવાની હોવાથી રસ્તાઓ સમય મર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે માર્ગ અને મકાન વિભાગને સુચના આપવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud