• મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા ‘રાઈ’માં કલરની ભેળસેળનું કૌભાંડ ઝડપી લેવાયુ
  • 680 કિલો કલર ચડાવેલો ‘રાઈ’નો જથ્થો કબ્જે કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો
  • રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

WatchGujarat.તાજેતરમાં મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા ‘રાઈ’માં કલરની ભેળસેળનું કૌભાંડ ઝડપી લેવાયુ હતું. જેની તપાસ દરમિયાન આજીડેમ ચોકડી નજીક આવું જ વધુ એક કૌભાંડ ઝડપાયું છે. જેમાં મનપા આરોગ્ય વિભાગની ટીમે 680 કિલો કલર ચડાવેલો ‘રાઈ’નો જથ્થો કબ્જે કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલ બારેમાસ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં મસાલા માર્કેટ ચાલુ થઇ છે. હજુ ગત સમાણે જ નાના મવા સર્કલ પાસેની એક મસાલા માર્કેટમાંથી ભેળસેળયુક્ત રાઈ મળ્યા બાદ તેનુ પગેરુ જૂના માર્કેટિંગ યાર્ડમાં ગોડાઉનમાં નિકળ્યું હતુ. આ દરમિયાન વધુ એક સ્થળે હલકી ગુણવતાની રાઇ’માં ઘાતક કલર ભેળવવાના કારસ્તાનનું પગેરુ મળતા આજી ડેમ ચોકડી પાસે આવેલા અરવિંદ એન્ડ બ્રધર્સ પેઢીમાં દરોડો પાડવામાં આવ્યો છે. જેમાં કલર કરેલી રાઇનો 680 કિલો જથ્થો મળી આવ્યો હતો.

રાજકોટ મનપાનાં નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ અને સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર અમિત પંચાલે વિવિધ મસાલા માર્કેટમાં ચેકીંગનો દોર શરૂ કર્યો છે. દરમિયાન ગઇકાલે સોરઠિયાવાડી મસાલા માર્કેટમાં ફૂડ શાખાની ટીમ ત્રાટકી હતી ત્યાંરે મુરલીધર મસાલા માર્કેટમાં રાઇના નમૂનાનું સ્થળ પર પરિક્ષણ કરવામાં આવતા રાઇની આ ખરીદી આજી ડેમ ચોકડી પાસે આવેલા અરવિંદ એન્ડ બ્રધર્સ નામની પેઢીના માલિક અનિલભાઇ બચુભાઇ સોજીત્રા પાસેથી કરવામા આવી હોવાનું ખુલ્યું હતુ. જેના આધારે અરવિંદ એન્ડ બ્રધર્સ પેઢીમાં દરોડો પાડવામા આવતા રૂ.46,240ની કિંમતનો 680 કિલો કલર ચડાવેલો રાઇનો જથ્થો મળી આવ્યો હતો.

નોંધનીય છે કે, બાપુનગર મેઇન રોડ પર મનપાના વિવિધ વિભાગનું સયુંક્ત ઓપરેશન હતુ. એ દરમિયાન જય રામનાથ મસાલા માર્કેટ, જય મુરલીધર મસાલા, શ્રીનાથજી મસાલા, બંસીધર મસાલા અને જલારામ મસાલા માર્કેટ પાસે લાયસન્સ ન હોવાનું માલુમ પડતા ઉક્ત ચારેય પેઢીના સંચાલકને નોટિસ ફટકારવામા આવી હતી. જ્યારે લક્ષ્મીવાડી, સોરઠિયાવાડી, બોલબાલા માર્ગ, સહકાર મેઇન રોડ, ગાયત્રીનગર મેઇન રોડ, ભક્તિનગર સર્કલ વિસ્તારમાં શેરડીના ચીચોડવાળાને ત્યાં ચેકીંગ કરવામા આવ્યુ હતુ. અને ફૂડ લાયસન્સ નહીં ધરાવતા વેપારીઓને પણ નોટિસ ફટકારવામા આવી હતી.

Facebook Comments Box

Videos

Our Partners