• રાજ્યનાં તમામ મહાનગરો ભીક્ષુકમુકત બને તેવો સરકારનો વિચાર
  • ગત રાત્રે 9 વાગ્યા બાદ મેયર ડો.પ્રદિપ ડવ, કમિશ્નર અમિત અરોરા અને અધિકારીઓની ટીમ રેસકોર્ષ રીંગ રોડ પર પહોંચી
  • ગેલેકસી સિનેમા સામેના ચિલ્ડ્રન પાર્કમાંથી ત્યાં જ પડયા રહેતા અને ધંધો કરતા પરિવારો સહિતનાં લોકોને ખસેડાયા

WatchGujarat. શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર પડયા પાથર્યા રહેતા ગરીબ શ્રમજીવીઓ અને પાથરણાવાળાઓને પણ રસ્તા પરથી હટાવવાનું અભિયાન મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા શરૂ કરાયું છે. જે અંતર્ગત ગતરાત્રે મેયર અને મ્યુ. કમિશ્નર જાતે આવા લોકો પાસે પહોંચ્યા હતા. એટલું જ નહીં ફૂટપાથ પર સુતેલા લોકો માટે ખાસ બસની વ્યવસ્થા કરી તેઓને રેનબસેરામાં મોકલવામાં આવ્યા હતા. અને ત્યાં તમામનાં જમવા સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.

રાજ્યનાં તમામ મહાનગરો ભીક્ષુકમુકત બને તેવો વિચાર સરકારનો છે. જે અંતર્ગત રસ્તા ઉપર પડયા રહેતા ભિક્ષુકો અને નિરાધારોને પણ આશ્રય સ્થાનોમાં ફેરવવા કવાયત હાથ ધરવામાં આવનાર છે. ગત રાત્રે 9 વાગ્યા બાદ મેયર ડો.પ્રદિપ ડવ, કમિશ્નર અમિત અરોરા અને અધિકારીઓની ટીમ રેસકોર્ષ રીંગ રોડ પર પહોંચી હતી. અને 11 વાગ્યા સુધીમાં રોડ પરથી અને ગેલેકસી સિનેમા સામેના ચિલ્ડ્રન પાર્કમાંથી ત્યાં જ પડયા રહેતા અને ધંધો કરતા પરિવારો સહિતનાં લોકોને ખસેડાયા હતા.

બાદમાં આ તમામને ખાસ સીટી બસમાં રેનબસેરા ખાતે મોકલાયા હતા. આ અંગે મેયરે કહ્યું જણાવ્યું હતું કે,  હાલ રેસકોર્ષ રીંગ રોડ પર આ ડ્રાઇવ ચાલુ રહેશે. અને ત્યારબાદ શહેરના અન્ય રસ્તાઓ ઉપર પણ આવું ચેકીંગ કરી જરૂરિયાતમંદ લોકોને મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રેનબસેરામાં ખસેડવામાં આવશે. ત્યાં તેમના રહેવાની સગવડ તો છે જ, જ્યારે સામાજિક સંસ્થાઓનાં સહયોગથી તેમના જમવા સહિતની જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. આ રીતે  ભીક્ષુકમુકત મહાનગરની દિશામાં તંત્ર આગળ વધશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud