• ગત તારીખ 05-11નાં રોજ એસબીઆઇ બેંકના રિઝનલ મેનેજર રોમેશ મુન્શીરામ કુમારે આ અંગે ફરિયાદ નોંધાવી
  • ગુનામાં અગાઉ બે આરોપીઓ ડાયા ભવાનભાઇ વાઘેલા તથા તેના કૌટુંબિક ભત્રીજા દિપક અમૃતભાઇ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી
  • આજે ત્રણ આરોપીઓ જેમાં મુખ્ય સુત્રધાર બેંકના વેલ્યુઅર ધવલ રાજેશભાઇ પ્રવિણચંદ્ર ચોકસી તથા અન્ય વેલ્યુઅર દિપક વસંતલાલ રાણપરા ઉપરાંત લોનધારક દિનેશ શામળાભાઇ મૈયડની ધરપકડ કરી

WatchGujarat.  ટાગોર રોડ પરની SBIની આર.કે.નગર બ્રાંચ તથા જાગનાથ પ્લોટની બ્રાંચ સાથે ખુદ બેંકના વેલ્યુરે રૂ. 1.83 કરોડની ઠગાઈ આચર્યાનો ગુનો એ-ડિવીઝન પોલીસમાં હતો. જેમાં અગાઉ બે લોનધારકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે પોલીસે સુત્રધાર ધવલ ચોકસી, અન્ય એક વેલ્યુઅર ઉપરાંત એક લોનધારક સહિત વધુ ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓ બેંકમાં ખોટુ સોનુ મુકી તેના આધારે ડમી ગ્રાહકોને લોન આપી કૌભાંડ આચરતા હતા. સુત્રધાર ધવલે અન્ય બે શખ્સો સાથે મળી બોગસ ડમી ગ્રાહકો ઉભા કરી તેના નામે લોનો લીધા બાદ રકમ હજમ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ધવલે જેના નામે લોન લીધી હતી તે લોકોને રૂ. 10-15 હજાર જેવી રકમ વાપરવા આપી હોવાનું પણ સામે આવ્યું છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, ગત તારીખ 05-11નાં રોજ એસબીઆઇ બેંકના રિઝનલ મેનેજર રોમેશ મુન્શીરામ કુમારે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કાવતરું રચી બોગસ દસ્તાવેજો ઉભા કરી ઠગાઈ આચરવાનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં અગાઉ બે આરોપીઓ ડાયા ભવાનભાઇ વાઘેલા તથા તેના કૌટુંબિક ભત્રીજા દિપક અમૃતભાઇ વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી. અને બંનેને જેલહવાલે કરાયા છે.

આ અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન આજે ત્રણ આરોપીઓ જેમાં મુખ્ય સુત્રધાર બેંકના વેલ્યુઅર ધવલ રાજેશભાઇ પ્રવિણચંદ્ર ચોકસી તથા અન્ય વેલ્યુઅર દિપક વસંતલાલ રાણપરા ઉપરાંત લોનધારક દિનેશ શામળાભાઇ મૈયડની ધરપકડ કરી છે. ઝડપાયેલામાં ધવલ સોની કામ કરે છે. તેની દૂકાન પેલેસ રોડ પર રાજશ્રૃંગી એપાર્ટમેન્ટમાં છે. જ્યારે દિપક એકાદ વર્ષ અગાઉ બેંકમાં વેલ્યુઅર તરીકે નિમાયો છે. જ્યારે દિનેશ મૈયડ ડ્રાઇવીંગ કરે છે.

મુખ્ય સૂત્રધાર ધવલ ચોકસી SBI બેંકના વેલ્યુઅર તરીકે નિમણુંક પામ્યો હતો. ત્યારબાદ જ્યારે પણ કોઇ ગ્રાહકને સોનાના દાગીના પર લોન લેવાની હોય ત્યારે એ દાગીનાની કિંમત આંકવાનું તેનું કામ બેંક તરફથી પોતે કરતો હતો. આ દરમિયાન ધવલે આર. કે. નગર અને જાગનાથ બ્રાંચમાં સોનાના ખોટા દાગીનાને 22 કેરેટનાં હોવાનું ખોટુ પ્રમાણપત્ર આપી આ સાચુ સોનુ હોવાનું સાબિત કરી બંને શાખાઓમાંથી કુલ રૂ. 1.83 કરોડથી વધુની લોનો અપાવી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners