• શહેરનાં જુદા-જુદા વોર્ડ ખાતે ભાજપનાં પ્રશિક્ષણ વર્ગો યોજાયા હતા
  • સ્થાનિક ભાજપ કાર્યકરો અને નેતાઓ દ્વારા ઠુમકા લગાવાયા હતા, જેનો વીડિયો વાયરલ થયો
  • વીડિયો હાઇકમાન્ડ સુધી પહોંચતા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે જણાવ્યું- તથ્ય જણાશે તો પગલાં લેવામાં આવશે

WatchGujarat. તાજેતરમાં શહેરનાં જુદા-જુદા વોર્ડ ખાતે ભાજપનાં પ્રશિક્ષણ વર્ગો યોજાયા હતા. જેમાં વોર્ડ નંબર 2 અને 14 માં ભાજપનાં નેતાઓ અને કાર્યકરો દ્વારા ઠુમકા લગાવવામાં આવ્યા હતા. અને ઠુમકાનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જેને લઈને આ ઠુમકાનો પડઘો પ્રદેશમાં પડ્યો છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જરૂર પડ્યે પગલાં લેવાનું નિવેદન આપ્યું હતું.

રાજકોટનાં વોર્ડ નંબર 2 અને 4માં પ્રશિક્ષણ માટેના વર્ગોનું આયોજન કરાયું હતું. જેમાં સ્થાનિક ભાજપ કાર્યકરો અને નેતાઓ દ્વારા ઠુમકા લગાવાયા હતા. ‘યે મેરા દિલ પ્યારકા દિવાના’ સહિતનાં વિવિધ ગીતનાં તાલે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ લગાવેલા આ ઠુમકાનાં પડઘા હાઇકમાન્ડ સુધી પહોંચ્યા છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આ અંગે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનાં જણાવ્યા મુજબ, સમગ્ર મામલો મીડિયા થકી મારા ધ્યાન પર આવ્યો છે. અને આ અંગે શહેર ભાજપનાં પ્રમુખ સાથે વાતચીત પણ થઇ છે. સામાન્ય રીતે તો અભ્યાસ વર્ગ પૂર્ણ થયે સાંજના સમયે લોકગીત લોક સાહિત્યની વાતો થતી હોય છે. પરંતુ ભાજપ કાર્યકરો અને આગેવાનો ફિલ્મી ગીત પર ડાન્સ તેમજ ભૂવા રાસ કરતા હોવાનાં વિડીયો સામે આવ્યા છે. આ વિડીયો મામલે તથ્ય જણાશે તો પગલાં લેવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud