કોઠારીયા ગામે રહેતા બે વિદ્યાર્થી બાઈક પર શાળાએ જવા નીકળ્યા
પટેલ કન્યા છાત્રાલય પાસે રિવર્સ લેતા ટ્રક પાછળ તેમનું બાઈક ઘુસી જતા સ્થળ પર ચાલક મિત ભૂતને અને પાછળ બેઠેલા કૃષિત હરસોડાને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી
અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો
WatchGujarat. ગોંડલ રોડ પર પટેલ કન્યા છાત્રાલય પાસે રિવર્સ લેતા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા સર્વોદય સ્કૂલના ધો.12ના વિદ્યાર્થીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય વિદ્યાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. કોઠારીયામાં રહેતા આ બન્ને મિત્રો આજે સવારે ઘરેથી સર્વોદય સ્કૂલે જવા માટે નીકળ્યા હતા. ત્યારે વહેલી સવારે જ આ અકસ્માતની ઘટના બનતા એક વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ કોઠારીયા ગામે ગ્રામ પંચાયતની ઓફીસ પાસે રહેતો અને સર્વોદય સ્કૂલમાં ધો. 12માં અભ્યાસ કરતો 18 વર્ષીય મિત પરેશભાઈ ભૂત સવારે ઘર પાસે રહેતા 19 વર્ષનાં મિત્ર કૃષિત દેવરાજભાઈ હરસોડાને બાઇકમાં બેસાડી શાળાએ જવા નીકળ્યો હતો. દરમિયાન ગોંડલ રોડ પરનાં પટેલ કન્યા છાત્રાલય પાસે રિવર્સ લેતા ટ્રક પાછળ તેમનું બાઈક ઘુસી જતા સ્થળ પર ચાલક મિત ભૂતને અને પાછળ બેઠેલા કૃષિત હરસોડાને હાથે પગે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
બીજીતરફ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. બરાબર આ સમયે કોઠારીયામાં રહેતા સર્વોદય સ્કૂલનાં શિક્ષક મનોજભાઈ બન્ને વિધાર્થીની પાછળ જ આવતા હોય જીવલેણ અકસ્માતમાં ઘવાયેલા બંને વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ખસેડીને બન્નેના પરિવારને જાણ કરી હતી. જેમાં દોષી હોસ્પિટલમાં ખસેડાયેલા મિત ભૂતનું ગંભીર ઇજાના કારણે મોત નિપજયુ હતું.
વહાલસોયા પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક મિત એકભાઈ અને એક બહેનમાં નાનો હતો. જ્યારે ઇજાગ્રસ્ત કૃષિત બે બહેન અને એક ભાઈમાં નાનો છે. આ અકસ્માતનાં બનાવ અંગે જાણ થતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બી.બી.રાણા તથા હેડ કોન્સ્ટેબલ પ્રશાંતભાઈએ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.