વિદ્યાર્થિની કહે છે કે હું અને મારી બહેનપણી ઉભા હતા ત્યારે સરે કિસ કરી હતી
મહિલા અગ્રણી સ્કૂલની શિક્ષિકા પ્રિયંકાબેનને ફોન પર ધમકી આપતા કહે છે કે, 25 વર્ષથી મારો ધણી સ્કૂલ ચલાવે છે. તારામાં શું છે તે તારી સામે જુએ ?
મહિલા અગ્રણીનો પુત્ર કહે છે કે, 16 ગામ ઓળખે છે. તમારા લગ્ન નથી થયા. હેરાન થઇ જશો
WatchGujarat. લોધિકાના નવી મેંગણીની જ્ઞાનજ્યોત શાળાની બે વિદ્યાર્થિનીની છેડતી પ્રકરણમાં વગદાર શાળા સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. દરમિયાન તેના પત્ની એવા જિલ્લા ભાજપના મહિલા અગ્રણીની પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર બેફામ ધમકી આપતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જોકે જિલ્લા ભાજપ મહિલા અગ્રણી સીમાબેન જોશીએ ઓડિયોમાં પોતાનો અવાજ નહીં હોવાનું જણાવ્યું છે. અને શિક્ષિકા પ્રિયંકાબેન પોતાની ભાણેજ હોવાનું કહી પોતે કોઈ વિદ્યાર્થિની કે શિક્ષિકાને ધમકાવી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
વાયરલ ઓડિયોક્લિપમાં જિલ્લા ભાજપ મહિલા અગ્રણી સીમાબેન જોશી ધો.9 ની પીડિત વિદ્યાર્થિનીને ફોન પર કહે છે કે, હું ઇન્દ્રની અપ્સરા જેવી છું તો મારો પતિ દિનેશ તારી ઉપર જોવું તો દૂર થૂંકે પણ નહી. વિદ્યાર્થિની કહે છે કે હું અને મારી બહેનપણી ઉભા હતા ત્યારે સરે કિસ કરી હતી. ત્યારબાદ મહિલા અગ્રણીનો પુત્ર કહે છે કે હું પી.એસ.આઈ.ને મોકલું છું. જો તું ખોટી હઈશ તો તને પોલીસ ભેગી કરી દઈશ.
બાદમાં મહિલા અગ્રણી સ્કૂલની શિક્ષિકા પ્રિયંકાબેનને ફોન પર ધમકી આપે છે. જેમાં કહે છે કે તે ક્યારે જોયું સર ને આમ કરતા અને વિદ્યાર્થિનીઓ સામે બોલી કે અગાઉ પણ એક શિક્ષિકા સાથે સરે આવું કર્યુ હતુ ? 25 વર્ષથી મારો ધણી સ્કૂલ ચલાવે છે. તારામાં શું છે તે તારી સામે જુએ ? તારું, બે વિદ્યાર્થિની અને પૃથ્વી સરનું બધું બહાર આવશે. પોલીસને સાથે લઇ આવી કેસ કરું છું.
એટલું જ નહીં બાદમાં મહિલા અગ્રણીનો પુત્ર કહે છે કે તમે કોઈ છોકરા સાથે રખડો છો તેવું તમારા પપ્પાને કહ્યું તો તે માનશે ? કોઈને ખોટી રીતે બદનામ ન કરો. નરેન્દ્ર મોદી વિશે ખોટું બોલનાર જેલમાં જાય. 16 ગામ ઓળખે છે. તમારા લગ્ન નથી થયા. હેરાન થઇ જશો. સામે પક્ષે શિક્ષિકા કહે છે કે મેં વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળી અને અગાઉ શિક્ષિકાએ મને સર વિશે કહ્યું હતું તેટલું જ જાણું છું. તેનાથી વધુ મને કાંઈ ખબર જ નથી.