• અત્યાર સુધી લગભગ 70 લાખ ખેડૂતોની જમીનની માપણી કરવામાં આવી છે. જેમાંથી હવે કુલ 1 લાખ 20 હજાર જેવા વાંધાઓ પેન્ડીંગ
  • ગુજરાત સરકારે ઘણા સમય પછી જમીનની સેટેલાઈટ મારફતે માપણી કરી છે. પણ તેમાં કેટલીક જગ્યાએ ખુબ જ વિસંગતતા ઉભી થઈ છે – ધારાસભ્ય ગોવિંદ પટેલ
  • રજુઆતને પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ ખેડૂતો મામલે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે

WatchGujarat. ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં સેટેલાઈટ મારફત થયેલી જમીન માપણીમાં 1.20 લાખ ખેડૂતોને વિસંગતતા ઉત્પન્ન થઈ હોવાનું જણાવી ખેડૂતોને ત્વરિત ન્યાય આપવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી તમામ ગ્રામ્ય વિસ્તારની જમીનોનો સેટેલાઈટથી સર્વે કરાયો હતો. અને તેમાં વિસંગતતા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો. જેને લઈને ખેડૂતોની આ રજુઆત ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યમંત્રી સુધી પહોંચાડી હતી. તેમજ મુખ્યમંત્રીએ પણ આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

ધારાસભ્ય ગોવિંદ પટેલનાં જણાવ્યા મુજબ, ગુજરાત સરકારે ઘણા સમય પછી જમીનની સેટેલાઈટ મારફતે માપણી કરી છે. પણ તેમાં કેટલીક જગ્યાએ ખુબ જ વિસંગતતા ઉભી થઈ છે. જેની ફેર માપણી માટે જાગૃત ખેડૂતોએ માંગણીઓ કરી હતી. અને સરકારે આ અંગે ડી.આઈ.એલ.આર મારફતે ફરી માપણી કરવા આદેશ પણ આપ્યો હતો. જો કે આમ છતાં ઘણા ખેડૂતોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

આ અંગેની વિસ્તૃત રજૂઆત પોતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરી હતી. અને જણાવ્યું હતું કે, અત્યાર સુધી લગભગ 70 લાખ ખેડૂતોની જમીનની માપણી કરવામાં આવી છે. જેમાંથી હવે કુલ 1 લાખ 20 હજાર જેવા વાંધાઓ પેન્ડીંગ છે. જેનો સત્વરે નિકાલ લાવી ખેડૂતોને ન્યાય આપવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ રજુઆતને પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ ખેડૂતો મામલે તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud