રાજકોટમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન સમયે ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી
સાંસદ મોહન કુંડારિયા અને જિલ્લા ભાજપનાં ઉપાધ્યક્ષ ચેતન રામાણી સામસામે આવી ગયા
આ જ સમયે સાંસદ રામ મોકરીયા, મેયર પ્રદિપ ડવ તેમજ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાં સ્થાનિક નેતાઓ દોડી ગયા
WatchGujarat. શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે છે. બરાબર આ જ સમયે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. અને ભાજપનાં જ બે દિગગજ નેતા સાંસદ મોહન કુંડારિયા તેમજ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતન રામાણી વચ્ચે જાહેરમાં બોલાચાલીનો વિડીયો સામે આવ્યો છે. જેમાં રામાણી દ્વારા કુંડારિયાને ખરીખોટી સંભળાવવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે મેયર અને સાંસદ તેમજ શહેર પ્રમુખ સહિતનાંએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
https://youtu.be/hN5SVRgC5vw
જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન સમયે ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ હતી. જેમાં સાંસદ મોહન કુંડારિયા અને જિલ્લા ભાજપનાં ઉપાધ્યક્ષ ચેતન રામાણી સામસામે આવી ગયા હતા. અને ચેતનભાઈએ તો 7 વર્ષથી કાર્યાલય પણ ખોલી શક્યા નથી. સહિતની વાતો મોહનભાઈને સંભળાવી હતી. જેને લઈને મોહનભાઈ પણ ઉશ્કેરાઈ ગયા હતા. જો કે બરાબર આ જ સમયે સાંસદ રામ મોકરીયા, મેયર પ્રદિપ ડવ તેમજ શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતનાં સ્થાનિક નેતાઓ દોડી ગયા હતા. અને આ બંનેને અલગ લઈ જઈ મામલો શાંત પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર બાદ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જોકે વાતાવરણ યોગ્ય ન હોવાને કારણે તેમણે હવાઈ માર્ગને બદલે કાર દ્વારા આવવું પડ્યું હતું. એટલું જ નહીં તેઓ રસ્તામાં વાગુદળ ગામની મુલાકાત માટે રોકાયા હોવાથી કલાકો સુધી મીડિયા અને ભાજપ નેતાઓએ કલેક્ટર કચેરીએ બેસવું પડ્યું હતું. આ દરમિયાન દિગ્ગજોની વચ્ચે ચર્ચાઓ થતી હતી. જેમાં ચેતન રામાણીએ ટોણો મારતા મામલો ઉગ્ર બન્યો હતો. અને મુખ્યમંત્રીનાં આગમન સમયે જ શાબ્દિક ટપાટપી થઈ હતી.