• વોર્ડ નંબર 14નો આ અભ્યાસવર્ગ રાજકોટમાં મિલપરા ખાતે આવેલી રાણીંગાવાડીમાં યોજાયો
  • વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, હરોળમાં પ્રથમ બેઠેલા અગ્રણીઓ એક પછી એક કાર્યકરોને નાચવા બોલાવે છે
  • અભ્યાસવર્ગમાં રાતે કાર્યકરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે – ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી

WatchGujarat. હાલ રાજ્યમાં ભાજપનાં પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે. જેમાં પ્રદેશ પ્રમુખનાં આદેશ અનુસાર કાર્યકરોને રાજકારણનાં પાઠ શીખવવામાં આવે છે. જો કે આ વર્ગોમાં સૌથી શીસ્તબદ્ધ ગણાતા પક્ષની ફજેતી થાય તેવા કૃત્યો ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના વોર્ડ નં.-14નાં અભ્યાસ વર્ગોનાં વિડોયો સામે આવ્યા છે. જેમાં વોર્ડના અભ્યાસ વર્ગમાં કાર્યકરોએ મોડી રાતે યે મેરા દિલ પ્યારકા દિવાના સહિતના ફિલ્મી ગીતો ઉપર ઠૂમકા માર્યાનો વિડીયો વાયરલ થયો છે.

જાણવા મળતી વિગત મુજબ, વોર્ડ નંબર 14નો આ અભ્યાસવર્ગ રાજકોટમાં મિલપરા ખાતે આવેલી રાણીંગાવાડીમાં યોજાયો હતો. જેમાં રાતે કાર્યકરોએ ભાજપના બેનર નીચે યે મેરા દિલ પ્યાર કા દિવાના જેવા ફિલ્મી ગીત ઉપર ડાન્સ કર્યો હતો. આ ડાન્સમાં ભાજપના આગેવાનો એક બીજાને આગ્રહ કરી કરીને નાચવા બોલાવતા હતા. અને ભારે ધમાલ મચાવી હતી એટલું જ નહીં આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો સદંતર ઉલળીયો થયો હતો.

વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, હરોળમાં પ્રથમ બેઠેલા અગ્રણીઓ એક પછી એક કાર્યકરોને નાચવા બોલાવે છે. અને કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉત્સાહમાં આવી જઈ ડાન્સ કરતા નજરે પડે છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતુ કે, અભ્યાસવર્ગમાં રાતે કાર્યકરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. મિમિક્રી, કરાઓકે અને રાસ, નૃત્ય થતા હોય છે. કઈ અજુગતું થયાનું જણાતું નથી. છતા આ મામલે તપાસ કરીશું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud