• આરોપી જાવીદ ઉર્ફે જાવલો ભીખુ કુરેશીને એલસીબીએ હૈદરાબાદ ખાતેથી ઝડપી લીધો
  • તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો બોલી ગોળી મારવાની ધમકી આપી હતી
  • ભગવાન અને હિન્દુઓ વિશે અપમાનજનક ટીપ્પણી પણ કરી હતી

WatchGujarat,.જેતપુરનાં નવાગઢ ખાતે રહેતા ભાજપનાં કાર્યકર નટુ ગાંડા બુટાણીને કોલ કરી વડાપ્રધાન વિશે અપશબ્દો કહેનાર આરોપી જાવીદ ઉર્ફે જાવલો ભીખુ કુરેશી (રહે, નવાગઢ ઈલાહી ચોક)ને એલસીબીએ હૈદરાબાદ ખાતેથી ઝડપી લીધો છે. આરોપીએ ભગવાન રામ તેમજ હિન્દુઓ અને રાજયનાં પૂર્વ કેબીનેટ મંત્રી વિશે પણ અપમાનજનક ટીપ્પણી કરી હતી. જેને લઈ હાલ પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ગત તા.19નાં રોજ ફરીયાદી નટુભાઈને આરોપી જાવલાએ કોલ કર્યો હતો, જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દો બોલી ગોળી મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં ભગવાન અને હિન્દુઓ વિશે અપમાનજનક ટીપ્પણી પણ કરી હતી. તો સાથે જ પૂર્વ કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા માટે પણ અપશબ્દો કહ્યા હતાં. અને ભાજપ સહિત તેના સમર્થકોને બેફામ ગાળો ભાંડી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આરોપીએ ભાજપ ઈવીએમ મશીનને કારણે વીજયી બનતો હોવાનું, બીજેપી સરકારને કાઢવાની હોવાનું, તેની સામે ગમે તે પાર્ટી ચાલશે,  તેવો વાણી વીલાસ પણ કર્યો હતો. ફરીયાદી નટુભાઈ ભાજપનાં કાર્યકર હોવાથી તેને પણ ભુંડી ગાળો આપી હતી. આ ઓડીયોના આધારે બીજા દિવસે તા.20 મીએ નટુભાઈએ જેતપુર પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. બાદમાં જુદી-જુદી સંસ્થાઓ દ્વારા રેલી કાઢી આવેદનપત્ર આપી આરોપીની સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી હતી.

આ ફરિયાદને આધારે પોલીસે આરોપી જાવલાની જોરશોરથી શોધખોળ શરુ કરી હતી. જેમાં આખરે એલસીબી પીઆઈ અજયસિંહ ગોહીલે માહિતી મેળવી એક ટીમ હૈદરાબાદ રવાના કરી ત્યાંથી તેને ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ગુનો નોંધાયા બાદ આરોપી વડોદરા અને ત્યાંથી મહારાષ્ટ્ર જતો રહ્યો હતો. મહારાષ્ટ્રથી ગોવા પહોંચ્યો હતો. ગોવાથી મેંગ્લોર થઈ હૈદરાબાદ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં જાવલો અગાઉ ચોરી ઉપરાંત પ્રોહિબીશનનાં 5 ગુનામાં પકડાઈ ચુકયો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ તો એલસીબીએ આરોપીનો કબ્જો જેતપુર પોલીસને સોંપ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud