રાજકોટમાં 17 વર્ષની સગીરાએ ગત તા.25/12/21 ના વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
રાત્રે સગીરા અને તેના દાદી ઘરે એકલા હતા ત્યારે રાત્રીના અગ્યાર વાગ્યે કોઈક અજાણ્યો યુવાન ઘરે આવ્યો હતો અને સગીરાને ધરાર ડ્રગ વેચવા માટે આપતા સગીરાએ ના પાડ્યાની કેફીયત સગીરાએ રજુ કરી
સગીરાએ પોલીસ સમક્ષ કરેલી સ્ટોરી ગળે નહીં ઉતરતા સમગ્ર પરિવારની પૂછપરછ થઈ
સગીરાની ડ્રગ્સની સ્ટોરીનો પર્દાફાશ થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો
WatchGujarat. શહેરનાં યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસેની આવાસ યોજનાનાં કવાર્ટરમાં રહેતી એક સગીરાએ તાજેતરમાં ફિનાઈલ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સગીરાએ પોતાને ફસાવી પરાણે ડ્રગનું વેચાણ કરાવાતું હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે પોલીસને પહેલેથી જ સગીરાની વાત શંકાસ્પદ જણાતી હતી. ત્યારે હવે સગીરાને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસ દ્વારા તેનું કાઉન્સલિંગ કરાયું હતું. જેમાં તેણીએ રાત્રે ધરાર પ્રેમી ઘરે મળવા આવતા દાદીમા જાગી જતા પરિવાર ઠપકો આપશે તે બીકે ડ્રગ્સની ખોટી સ્ટોરી ઉભી કરી હોવાની હકીકત જણાવી હતી. જેને પગલે પોલીસે સગીરાની ફરિયાદ પરથી ધરારપ્રેમી સામે પોકસો અને છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ યુનિ. રોડ ભગતસિંહજી ગાર્ડન પાસેની આવાસ યોજનાનાં યોજનાના કવાર્ટરમાં રહેતી 17 વર્ષની સગીરાએ ગત તા.25/12/21 ના વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ પૂછપરછમાં રાત્રે સગીરા અને તેના દાદી ઘરે એકલા હતા ત્યારે રાત્રીના અગ્યાર વાગ્યે કોઈક અજાણ્યો યુવાન ઘરે આવ્યો હતો અને સગીરાને ધરાર ડ્રગ વેચવા માટે આપતા સગીરાએ ના પાડી હતી. આ વખતે દેકારો થતા દાદીમા જાગી ગયા હતા અને ઘરમાં ઘુસેલા અજાણ્યા શખ્સને બે ફડાકા ઝીંકી દઇ દેકારો કરતા અજાણ્યો શખ્સ નાસી ગયો હતો. બાદમાં સવારે સગીરાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
સગીરાએ પોલીસ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે અગાઉ એસઆરપી કેમ્પ પાસે બ્યુટીપાર્લર ચલાવતી હતી. જ્યાં એક મહિલા પોલીસ સાથે ઓળખાણ થયા બાદ નવાબ નામનો શખ્સ ડ્રગ વેચવા માટે આપી ગયો હતો. અને સગીરાના ડ્રગ્સ સાથે ફોટા પાડી ધમકી આપતો હોવાનું જણાવ્યું હતું. આ સિલસિલો બે ત્રણ વખત ચાલુ રહ્યા બાદ સગીરાએ ડ્રગ્સ વેચવાની ના પાડતા ડ્રગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.
જો કે સગીરાએ પોલીસ સમક્ષ કરેલી સ્ટોરી ગળે નહીં ઉતરતા સમગ્ર પરિવારની પૂછપરછ થઈ હતી. જેમાં વિરોધાભાષી નિવેદનો આવ્યા હતા. બાદમાં સગીરાને હોસ્પિટલમાંથી રજા આપતા યુનિવર્સિટી પી.આઇ. એ.એચ.ચાવડાએ સગીરાનું કાઉન્સેલીંગ કરતા નવી હકીકત બહાર આવી છે. જેમાં સગીરાએ જણાવ્યું હતું કે રૈયા ગામમાં રહેતો શહેઝાદ મહમદ જોગીશા નામના યુવક સાથે ઇન્સ્ટાગ્રામમાં ઓળખ થયા બાદ યુવકે પોતાની સાથે ધરાર પ્રેમસંબંધ બાંધવા દલીલ કરી અવારનવાર સગીરાનો પીછો કરતો હતો.
બનાવની રાત્રે સગીરા ઘરે એકલી હોવાનું ધરારપ્રેમીને જાણવા મળતા સગીરાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. આ વખતે દાદીમા જાગી જતા ધરારપ્રેમી નાસી ગયો હતો. પોલીસે સગીરાની કેફીયતના આધારે તેની ફરિયાદ પરથી પોકસો અને છેડતીનો ગુનો નોંધી રૈયા ગામ રહેતા શહેઝાદ મહમદ જોગીશાની ધરપકડ કરી છે. અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ સગીરાની ડ્રગ્સની સ્ટોરીનો પર્દાફાશ થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
- રાજકોટમાં 17 વર્ષની સગીરાએ ગત તા.25/12/21 ના વહેલી સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ
- રાત્રે સગીરા અને તેના દાદી ઘરે એકલા હતા ત્યારે રાત્રીના અગ્યાર વાગ્યે કોઈક અજાણ્યો યુવાન ઘરે આવ્યો હતો અને સગીરાને ધરાર ડ્રગ વેચવા માટે આપતા સગીરાએ ના પાડ્યાની કેફીયત સગીરાએ રજુ કરી
- સગીરાએ પોલીસ સમક્ષ કરેલી સ્ટોરી ગળે નહીં ઉતરતા સમગ્ર પરિવારની પૂછપરછ થઈ
- સગીરાની ડ્રગ્સની સ્ટોરીનો પર્દાફાશ થતા પોલીસે રાહતનો શ્વાસ લીધો