• શહેરનાં એસ્ટ્રોન ચોકમાં આવેલ ૐ મોબાઇલ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે
  • તારીખ 28નાં રોજ આરોપી દુકાન બહાર રેકી કરી રહ્યો છે, બાદમાં બીજા દિવસે ગ્રાહક બનીને આ યુવક દુકાનમાં આવે છે
  • યુવક મોબાઈલ જોવાનું તેમજ ફોનમાં વાત કરતો હોવાનું નાટક કરી, થોડી સેકંડો માટે વેપારીનું ધ્યાન હટતા જ દુકાનનાં કાઉન્ટરમાં હાથ સાફ કરી લે છે

WatchGujarat. રાજકોટ શહેર પોલીસની ધાક સતત ઓસરી રહી હોય તેમ ચોરી, લૂંટફાટ અને હત્યાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે દુકાનની રેકી કરીને રૂપિયા 1 લાખથી વધુના મોબાઈલની ચોરી કર્યાની ઘટના સામે આવી છે. ગ્રાહક બની આવેલા આ યુવકે સેકંડોમાં કરેલી મોબાઈલની ચોરી સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તારીખ 28નાં રોજ આરોપી દુકાન બહાર રેકી કરી રહ્યો છે. બાદમાં બીજા દિવસે ગ્રાહક બનીને આ યુવક દુકાનમાં આવે છે. અને કોઈ કાર્ડ લઈને આવતું હોવાનું બહાનું કરીને દુકાનમાં લાંબો સમય ઉભો રહે છે. દરમિયાન યુવક મોબાઈલ જોવાનું તેમજ ફોનમાં વાત કરતો હોવાનું નાટક કરી રહ્યો છે. અને થોડી સેકંડો માટે વેપારીનું ધ્યાન હટતા જ તેનો લાભ લઈ આ યુવક દુકાનનાં કાઉન્ટરમાં હાથ નાખી મોબાઈલ લઈને ફોનમાં વાત કરવાનું નાટક કરતો બહાર નીકળી જાય છે.

આ અંગે જાણવા મળી રહેલી વિગત મુજબ, શહેરનાં એસ્ટ્રોન ચોકમાં આવેલ ૐ મોબાઇલ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં મોબાઇલની ચોરી કરતો યુવાન સીસીટીવીમાં કેદ થયો છે. આ યુવક દ્વારા એક દિવસ અગાઉ રેકી કરવામાં આવી હતી. બાદમાં બીજા દિવસે દુકાનમાં પહોંચી વેપારીની નજર ચૂકવી આ યુવાને રૂ. 1.02 લાખના મોબાઇલ ફોનની ચોરી કરી હતી. ઘટનાને પગલે ભોગ બનાનર વેપારી દ્વારા સીસીટીવીનાં આધારે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners