• ગઈકાલે મોડી સાંજે બ્રિજ માટેના બોક્સ ગર્ડરમાં સિમેન્ટ – કોન્ક્રીન્ટ ભરવામાં આવી રહ્યું હતું, બરાબર આ સમયે સેન્ટ્રીગના લોખંડના સ્ટેન્ડ ફસકી જતા બ્રીજના બીમનો આખો ભાગ ધરાશાયી થયો
  • બનાવ વખતે ત્યાં જઈ રહેલી એક ઇકો કાર કાટમાળ નીચે દબાતા સહેજમાં રહી ગઈ
  • જો કોઈને સમયસર બ્રીજ પડવાની ભનક ન લાગી હોત તો ત્રણથી ચાર મજૂરો નીચે દટાઈ જવાની પુરી સંભાનવના હતી – શ્રમિક

WatchGujarat. શહેરની માધાપર ચોકડી ખાતે નિર્માણાધિન ટ્રાએન્ગલ બ્રિજનો ભાગ ધરાશાયી થતા બે શ્રમિકોને ઈજા થઈ હતી. બોક્સ ગર્ડરમાં સિમેન્ટ અને કોન્ક્રીન્ટ ભરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ સેન્ટ્રીગના લોખંડના સ્ટેન્ડ ફસકી જતા આ બ્રિજના બીમનો આખો ભાગ ધરાશાયી થતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જો કે આ ધરાશાયી થયેલો આ ભાગ બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર નહીં પડતા અને મજૂરોને પણ થોડો વહેલો અંદાજ આવી જતા મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી હતી.

જાણવા મળી રહેલી વિગત અનુસાર, ગઈકાલે મોડી સાંજે બ્રિજ માટેના બોક્સ ગર્ડરમાં સિમેન્ટ – કોન્ક્રીન્ટ ભરવામાં આવી રહ્યું હતું. બરાબર આ સમયે સેન્ટ્રીગના લોખંડના સ્ટેન્ડ ફસકી જતા બ્રીજના બીમનો આખો ભાગ ધરાશાયી થયો હતો. હાલ બ્રિજનું કામ ચાલુ હોય ત્યાં જામનગર રોડની બન્ને તરફ ત્યાં જ સર્વિસ રોડ અપાયો છે. બનાવ વખતે ત્યાં જઈ રહેલી એક ઇકો કાર કાટમાળ નીચે દબાતા સહેજમાં રહી ગઈ હતી. બીજીતરફ શ્રમિકોને ભનક આવી જતા તમામ દૂર થઈ ગયા હતા. જોકે આમ છતાં બ્રીજનો બીમ પડતા બે શ્રમિકને સામાન્ય ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે તુરંત નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ અંગે ત્યાં કામ કરતા શ્રમિકોએ જણાવ્યુ હતું કે, સદનસીબે માત્ર બે વ્યક્તિને સામાન્ય ઇજા થઇ હતી. જો કોઈને સમયસર બ્રીજ પડવાની ભનક ન લાગી હોત તો ત્રણથી ચાર મજૂરો નીચે દટાઈ જવાની પુરી સંભાનવના હતી. મોટી દુર્ઘટના હતી પણ સદનસીબે અહીં કામ કરતા શ્રમિકોનો બચાવ થયો છે. આ સાથે જો બ્રિજનો ભાગ બાજુમાંથી પસાર થતા મુખ્ય રોડ પર પડ્યો હોત તો પણ મોટી દુર્ઘટના સર્જાય તેવી પુરી શક્યતા હતી. પરંતુ સદનસીબે આવું બન્યું નહોતું. અને મોટી જાનહાની ટળી હતી.

બનાવ બાદ તૂટી પડેલા બ્રીજના નિર્માણાધિન બીમમાં સળિયા દેખાવા લાગ્યા હોય, મજૂરોથી કાટમાળ ઉપડે તેવી સ્થિતિ નહીં હોવાથી ક્રેન અને જેસીબીની મદદથી મોડીરાત સુધી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે આ ઘટનાને પગલે સવાલો ઉઠે છે કે, આ દુર્ઘટના માટે નબળું મટિરિયલ્સ જવાબદાર છે કે પછી કામ દરમિયાન જ કોઈ બેદરકારીને કારણે આ ઘટના બની છે ? ત્યારે આ અંગે સાચી હકીકત તંત્રની તટસ્થ તપાસ બાદ જ સામે આવશે.

Facebook Comments Box

Videos

Our Partners