• મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં લગ્ન સમારંભનો આજે બીજો દિવસ છે, ત્યારે સવારે 9.30 વાગ્યે મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી હતી
  • સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી બાદ  રાસ- ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
  • આજે યોજાનાર બોલિવૂડ નાઈટમાં સચિન જિગર સહિતનાં નામી કલાકારો ધૂમ મચાવશે

WatchGujarat. સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં લગ્ન સમારંભનું રાજસ્થાનનાં જોધપુર ખાતે ભવ્ય આયોજન કરાયું છે. શનિવારે લગ્નની જાનનું 2 ચાર્ટર્ડ ફ્લાઇટ અને એક એરબસમાં પ્રસ્થાન થયું હતું. આ જાન લગ્નસ્થળે પહોંચતા રાજસ્થાનનાં ભાતીગળ નૃત્યથી મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાંજે ઐશ્વર્યા મજમુદારનાં સુર રેલાયા હતા. તેમજ રાસની રમઝટ જામી હતી. જ્યારે આજે સવારે મંડપ મુહૂર્ત, સહિતની વિધિ યોજાઈ હતી. આ તકે અહીં હાજર મહેમાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે સાંજે હલદીની રસમ તેમજ રાત્રિનાં સચીન જીગરની બોલિવૂડ નાઈટનું રજવાડી સ્ટાઇલથી આયોજન કરવામાં આવ્યું છે.

મૌલેશ ઉકાણીનાં પુત્ર જયનાં લગ્ન સમારંભનો આજે બીજો દિવસ છે. ત્યારે સવારે 9.30 વાગ્યે મંડપ મુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. સાથે આજે સાંજે હલ્દી રસમ અને રાત્રિ બોલીવુડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ રોયલ રજવાડી થીમ રાખવામાં આવી છે. આજે યોજાનાર બોલિવૂડ નાઈટમાં સચિન જિગર સહિતનાં નામી કલાકારો ધૂમ મચાવશે. આ પૂર્વે ગઈકાલે ઉમેદભવન પેલેસના લાન્સર લોન્સમાં મહેંદી રસમ યોજાઈ હતી. અને બાદમાં સાંજના 6.15 વાગ્યે ફ્રન્ટ લોન્સ ખાતે દ્વારિકાધીશની આરતી બાદ  રાસ- ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારનાં તાલે મહેમાનો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, માત્ર 300 આમંત્રીતોની હાજરીમાં આ અનોખા ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન જોધપુરની પ્રખ્યાત હોટલ ‘ઉમેદભવન પેલેસ’માં કરવામાં આવ્યું છે. જે હાલ ‘તાજ હોટલ’ દ્વારા સંચાલિત છે. હોટલની ગણના ભારતની ત્રણ સર્વોત્તમ અને સૌથી મોંઘીદાટ હોટલોમાં થાય છે. અહીં એક થાળીની કિંમત રૂ.18 હજાર છે. તો પ્રતિ નાઈટ રૂમની કિંમત રૂ. સાડા સાત લાખ રૂપિયા છે. બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્ન પણ અહીં થઈ ચૂક્યાં છે. તાજેતરમાં આ શાહી લગ્નની કંકોત્રી સામે આવી હતી. જે ખજાનાની સંદૂક જેવી રજવાડી સ્ટાઈલથી બનાવવામાં આવી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો 280 ગ્રામ છે. આવતીકાલે આ લગ્ન સમારંભનો છેલ્લો દિવસ છે. પરંતુ મહેમાનો આજીવન આ લગ્નનો આનંદ ભૂલી શકશે નહીં.

Facebook Comments Box

Videos

Our Partners