રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી, જો કે સદભાગ્યે હાની નહિ
પેટ્રોલ પંપની સામે જ હાઇવે પર પહેલા એક ટેન્કર પાછળ એક ઇકો કાર પૂરપાટ ઝડપે પસાર થતી જોવા મળે છે
ઇકો કાર ફૂટબોલની જેમ બે-ત્રણ ગોથા મારી રોડ પર 10ફૂટથી વધુ ઘસડાય છે
WatchGujarat. શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. અને અવારનવાર કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. જેમાં અનેકવાર લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે શહેરનાં જામનગર હાઇવે પર વધુ એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પડધરી બાયપાસ પાસે આજે મુસાફરોને બેસાડીને પૂરપાટ ઝડપે જતી એક ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. જેને લઈને કાર ફૂટબોલની માફક ગોથા મારી જતા અંદર સવાર લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. અને તમામને સારવાર માટે ખસેડાયા હતા. જો કે સદનસીબે આ સમયે અન્ય કોઈ વાહન આવતું નહીં હોવાથી મોટી જાનહાની ટળી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.
https://youtu.be/mij45W8brX8
ઘટનાનાં સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પડધરી બાયપાસ પાસે એક પેટ્રોલ પંપની સામે જામનગર તરફ જવાનો હાઇવે છે. પેટ્રોલ પંપની સામે જ હાઇવે પર પહેલા એક ટેન્કર પસાર થાય છે. બાદમાં તેની તરત જ પાછળ એક ઇકો કાર પૂરપાટ ઝડપે પસાર થતી જોવા મળે છે. અને અચાનક જ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી જાય છે. બાદમાં ઇકો કાર ફૂટબોલની જેમ બે-ત્રણ ગોથા મારી રોડ પર 10ફૂટથી વધુ ઘસડાય છે.
ઘટનાને પગલે પેટ્રોલ પંપમાં કામ કરતા કર્મચારીઓ સહિત આસપાસના લોકો દોડી ગયા હતા. અને આ કારને સીધી કરીને તેમાં ફંસાયેલા લોકોને બહાર કાઢી 108ને જાણ કરવામાં આવી હતી. અને અકસ્માતમાં ઘાયલ તમામને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે જામનગર હાઈ-વે પર દિવસભર અનેક ઈકો કાર માતેલા સાંઢની માફક મુસાફરો લઈને દોડતી હોય છે. અને અન્ય વાહનની સગવડતા ઓછી હોવાને કારણે મુસાફરો પણ નાછૂટકે આવી ઈકોમાં મુસાફરી કરે છે. જો કે આ બધું જાણવા છતાં પોલીસ તંત્ર દ્વારા ક્યારેય આવી કારની ચેકીંગ સુધ્ધાં કરાતું નથી.