• ઝરમર વરસાદ વચ્ચે શહેરના રેસકોર્ષ રીંગ રોડ બહુમાળી ભવન પાસે નવી નક્કોર નંબર પ્લેટ વગરની એક થાર કાર જીપ ઓચિંતી બેકાબૂ બની
  • ડિવાઇડરમાં ધડાકાભેર અથડાતાં લોકોમાં નાસભાગ મચી ગઇ
  • અકસ્માતને કારણે કારની બંને એરબેગ પણ ખુલી ગઇ
  • થાર જીપ ભાવેશભાઈ નામના વ્યક્તિની હોય તેમનો પુત્ર યાજ્ઞિક તેના મિત્ર સાથે જીપ લઇને ચક્કર મારવા નીકળ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

WatchGujarat. શહેરમાં બેફામ સ્પીડે કાર-બાઈક ચલાવતા યુવાનો દ્વારા અકસ્માત સર્જાતા હોવાની ઘટનાનો સામે આવતી હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં રેસકોર્સ ચોક નજીક પુર ઝડપે જતી નવી નક્કોર થારનાં ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઇડરમાં ચડી ગઈ હતી. જેને લઈને થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ હતી. જોકે સદનસીબે આ દરમીયાન અન્ય કોઈ વાહન નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી છે. હાલ પોલીસે ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ આજે બપોરે ઝરમર વરસાદ વચ્ચે શહેરના રેસકોર્ષ રીંગ રોડ બહુમાળી ભવન પાસે નવી નક્કોર નંબર પ્લેટ વગરની એક થાર કાર જીપ ઓચિંતી બેકાબૂ બની અને ડિવાઇડરમાં ધડાકાભેર અથડાતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સદ્દનસિબે કોઇ આ જીપની ઠોકરે કોઈ ચડયું નહોતું. તેમજ ચાલકને પણ ખાસ ગંભીર ઇજા થઇ નહોતી. અકસ્માતને કારણે કારની બંને એરબેગ પણ ખુલી ગઇ હતી. અકસ્માત બાદ બહુમાળી ભવન ચોકમાં લોકો ટોળે વળી ગયા હતાં.

આ થાર જીપ નવી જ હોઇ આગળ પાછળ નંબર પ્લેટ પણ નહોતી. બનાવ નજરે જોનાર લોકોના જણાવ્યા અનુસાર આ થાર જીપ રેસકોર્ષ ક્રિકેટ સ્ટેડીયમ તરફથી પુરપાટ ઝડપે આવી અને બહુમાળીભવન ચોકમાં ટર્ન લઇ પોલીસ કમિશ્નર કચેરી તરફ જતી હતી. ત્યારે જ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા જીપ ઓચિંતી બેકાબૂ બની ગઇ હતી અને ડિવાઇડરમાં ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ થાર જીપ માંથી ઉતરી બે યુવાનો રેસકોર્ષ બગીચા તરફ ભાગ્યા હતા.

પોલીસે તપાસ કરતા આ થાર જીપ ભાવેશભાઈ નામના વ્યક્તિની હોય તેમનો પુત્ર યાજ્ઞિક તેના મિત્ર સાથે જીપ લઇને ચક્કર મારવા નીકળ્યો હતો. કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં અકસ્માંત સર્જાયો હતો.આ અકસ્માતને લીધે કારમાં અને કોર્પોરેશનની મિલકતમાં પણ ભારે નુકસાન થયું હતું. જેને લઈને રેસકોર્ષના ડિવાઇડરની મિલ્કતમાં નુકસાન અંગે પોલીસ ફરીયાદ અલગથી નોંધાવવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud